Connect Gujarat
ભરૂચ

રાજ્યમાં શિયાળાનું ધીમા પગલે આગમન છતા આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ,વાંચો હવામાન વિભાગ ની આગાહી

રાજ્યમાં શિયાળાનું ધીમા પગલે આગમન છતા આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ,વાંચો હવામાન વિભાગ ની આગાહી
X

ગુજરાતમાં હાલ મેઘરાજાએ સત્તાવાર વિદાય લીધી છે. ત્યારે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે બપોરના સમયે આકરા તાપનો સામનો કરવો પડે છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજથી આગામી પાંચ દિવસ સુધી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં પાંચ દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. હાલમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે.

સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કુ રહેશે. શ્રાદ્ધનો તડકો હવે આસો મહિનામાં પડી રહ્યો છે. હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ શિયાળામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર,પવનવાહક નક્ષત્રના યોગોને લીધે વાવાઝોડાની શક્યતા વધુ છે. બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતા છે. જેની અસર નવેમ્બર અને ડિસેમ્બરમાં ખાસ જોવા મળી શકે છે. તો રાજ્યમાં આજે કમોમસમી વરસાદની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તિ જણાવ્યું છે કે, ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી પડે છે. ધીમે ધીમે લઘુતમ તાપમાન નીચું આવતું જશે. નવેમ્બર મહિનામાં લઘુતમ તાપમાન સામાન્ય રહેશે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, 12 ઓક્ટોબરના ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ છે.

Next Story