Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાલિયાની ગણેશ સુગરના કસ્ટોડીયન અધિકારીને શેરડીના ભાવ બાબતે ફેર વિચારણા કરવા ખેડૂતો દ્વારા રજૂઆત કરાય

વાલિયાના વટારીયા ખાતે આવેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં શેરડીનો ભાવ ઓછો પડવા બાબતે મોટો આક્રોશ સામે આવી રહ્યો છે

ભરૂચ: વાલિયાની ગણેશ સુગરના કસ્ટોડીયન અધિકારીને શેરડીના ભાવ બાબતે ફેર વિચારણા કરવા ખેડૂતો દ્વારા રજૂઆત કરાય
X

ભરૂચ જિલ્લાના વાલિયાના વટારીયા ખાતે આવેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં શેરડીનો ભાવ ઓછો પડવા બાબતે મોટો આક્રોશ સામે આવી રહ્યો છે. આજરોજ ગણેશ સુગરના ખેડૂત સભાસદો ડિરેક્ટરો તથા ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિના સભ્યો દ્વારા સુગર ખાતે મોટી સંખ્યામાં એકત્રીત થઈ સુગરના કસ્ટોડિયનને તેમના દ્વારા જાહેર કરાયેલા શેરડીના ભાવ બાબતે ફેર વિચારણા કરી ખેડૂતોને વધુ ભાવ, પોષણક્ષમ ભાવ મળે તેવી આક્રોશ પૂર્વક રજૂઆત કરી હતી

મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂત સભાસદો અને સુગરના હાલના વહીવટી તંત્ર વચ્ચે ઘર્ષણ ના ઉભું થાય તેની તકેદારીના સ્વરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખેડૂતોએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે શેરડીનો ભાવ રૂપિયા ૧૯૭૫ થી ૨૦૩૫ સુધી ના પાડેલ છે, જે ભાવ આજુબાજુ ની સુગર કરતા ખુબજ નીચા હોય જેનો ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ વટારીયાના સભ્યો તથા ખેડૂતો સભાસદોમાં ઘણોજ આક્રોશ છે. ખેડૂત સભાસદોની દિન પ્રતિદિન આથિઁક પરીસ્થિતિ ખુબ કથળતી જતી હોય શેરડી પકવવા માટે સભાસદોને ઉત્પાદન ખચેઁ દિન પ્રતિદિન વધતો જતો હોય આવી વિકટ પરિસ્થિતિમા ગણેશ સુગર વટારીયાના ભાવ ઓછા પડે તે ખેડૂત સભાસદોને પોષાય તેમ ન હોય આ શેરડીના ભાવ બાબતની ફેરવિચારણા કરવા જણાવ્યું હતું.

Next Story