Connect Gujarat
ગુજરાત

ભરૂચની SVMIT ઓફ ટેકનોલોજી સંસ્થામાં યોજાયો idea to enterprenur વર્કશોપ !

ભરૂચની SVMIT ઓફ ટેકનોલોજી સંસ્થામાં યોજાયો idea to enterprenur વર્કશોપ !
X

ભરૂચની ૨૩/૦૮/૨૦૧૮ અને ૨૪/૦૮/૨૦૧૮ના રોજ બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આઈડિયા ટુ એંટરપ્રેનર ( ઉદ્યોગસાહસિક)ના વિચાર)નું આયોજન સંસ્થામાં GIC (GTU ઇનોવેશન કાઉન્સીલ)ના કો-ઓર્ડિનેટર પ્રો. વંદના ગજ્જરના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં મુખ્ય મહેમાન તરીકે વિહિતા કેમ પ્રા.લી.ના ચીફ એક્ઝયુકેટીવ અને મેનેજીંગ ડાયરેકટર વિતલ પટેલ અને લૂઇન્સના મેનેજીંગ ડાયરેકટર મોક્ષ ઉદાણી ખાસ ઉપસ્થીત રહ્યા હતા. તદુપરાંત સંસ્થાના ડાયરેક્ટર જીવરાજભાઈ પટેલ તેમજ આચાર્ય કાપડીયા, સંસ્થાના વડાઓ સહિત પ્રધ્યાપકોએ હાજરી આપી હતી.

બે દિવસ યોજાનાર આ વર્કશોપમાં અલગ-અલગ ઇનિંગ શાખાઓના લગભગ ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જે તેમના ઇનોવેટિવ પ્રોજેકટ જેવા કે હોમ ઓટોમેશન, સોલાર પાવર, વોટર વાયરલેસ કાર તથા પોતે કરેલા અલગ-અલગ મોડલો બનાવી અને પ્રદર્શિત કરવાના છે.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ દ્વારા નવીન વિચારોથી સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે.

ત્યારે આવા સેમિનારો થતા રહે અને છોકરાઓને પ્રોત્સાહન મળતું રહે જેથી આપણા દેશને નવા યુગમાં પ્રવેશવાની અને બીજા દેશના યુવાનોને પ્રેરણા મળે તેઓ એક સુંદર આયોજન SVMIT કોલેજ ખાતે કરવામાં આવ્યુ હતું.

Next Story