Connect Gujarat
Featured

ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે તંત્ર સજ્જ, ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર રવાના કરાઇ

ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે તંત્ર સજ્જ, ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર રવાના કરાઇ
X

ભરૂચ જીલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે. આજરોજ વિવિધ સેન્ટરો પરથી ચૂંટણને લગતી સામગ્રી તેમજ પોલિંગ સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યો હતો.

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવતીકાલે યોજાશે. ભરૂચ જિલ્લાની વાત કરીયે તો ભરૂચમાં 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે જે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ નગર પાલિકા અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે શહેરની કે.જે.પોલિટેકનિક કોલેજ ખાતેથી ચૂંટણીની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઇ.વી.એમ.,કંટ્રોલ યુનિટ સહિતની સામગ્રી જે તે અધિકારી તેમજ કર્મચારીઓને સોપવામાં આવી હતી તો ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓને ફરજના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ભરૂચ જીલ્લામાં ચૂંટણી માટે કુલ 1363 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જે પૈકી 367 મતદાન મથકો અતિ સંવેદનશીલ કેટેગરીમાં છે.

તો આ તરફ અંકલેશ્વરમાં પણ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર નગર પાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે શહેરની ઇ.એન.જીનવાલા તેમજ આદર્શ સ્કૂલ ખાતેથી ચૂંટણીની સામગ્રી તેમજ પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવ્યા હતા. આ વર્ષે કોરોના મહામારીના કારણે મતદાન મથકો પર સેનેટાઇઝ માસ્ક તેમજ ટેમ્પરેચર ગનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને મતદારો શોશ્યલ ડિસ્ટન્સ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી અપીલ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Next Story