મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો ઉમદા હેતુ

મેમણ જમાત ફેડરેશન-લેડીઝ વિંગ દ્વારા આયોજન કરાયું

આયોજકો દ્વારા ગેલેરિયા એક્ઝિબિશનનો શુભારંભ કરાયો

બાળકો-વાલી માટે વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન

પરિવારના સભ્યોમાં એકતાની ભાવના વધારવાનો પ્રયાસ

મહિલા સશક્તિકરણ અને નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે ભરૂચના મેમણ જમાત ફેડરેશન-લેડીઝ વિંગ દ્વારા ગેલેરિયા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચના Memon Jamaat Federation-લેડીઝ વિંગ દ્વારા આયોજિત ગેલેરિયા એક્ઝિબિશન માત્ર એક પ્રદર્શન કે, ખરીદીનું આયોજન નહોતું, પરંતુ મહિલા સશક્તિકરણ, નાના વ્યવસાયોને પ્રોત્સાહન અને છુપાયેલી પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરું પાડવાના ઉમદા હેતુ સાથે કરવામાં આવેલી એક સરાહનીય પહેલ હતી.

ગેલેરિયા એક્ઝિબિશનમાં મહેંદી સ્પર્ધા, ડ્રોઇંગ સ્પર્ધા, વિદ્યાર્થીઓ માટે એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ, લિટલ માસ્ટર ઇન્ફ્લુએન્સર સન્માન તેમજ માતા-પિતા અને બાળકો માટે વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને કૌશલ્યને પ્રોત્સાહન આપવા સાથે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતાની ભાવના વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેમણ જમાત ફેડરેશન-લેડીઝ વિંગના આગેવાનો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.