Connect Gujarat
ગુજરાત

ભરૂચની MDML કંપની સામે તેના જ એજન્ટોએ વિરોધનો સૂર ઉઠાવ્યો

ભરૂચની MDML કંપની સામે તેના જ એજન્ટોએ વિરોધનો સૂર ઉઠાવ્યો
X

કંપનીની પ્રોડક્ટોની ગુણવત્તા સામે ફરિયાદ ઉઠાવનાર એજન્ટોને ટર્મીનેટ કરી નાણાં ન ચૂકવાતા હોવાનો આક્ષેપ

લાખોપતિ બનાવવાની લાલચ આપી એનેક મલ્ટી લેવલ

માકેર્ટીંગની કંપનીઓ લોકોના કરોડો રૂપિયા ખંખેરી લઈ હાથ ઊંચા કરી દેવાના એનેક

કિસ્સાઓ બહાર આવતા ખળભળાટ ઊભો થયો છે. MDML કંપનીએ તેના જ

એજન્ટો સાથે છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથે એજન્ટોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી

તપાસની માંગ કરતા મલ્ટી લેવલ માકેર્ટીંગ(MLM) બિઝનેસના

ક્ષેત્રે ખળભળાટ ઊભો થયો છે.

ભરૂચથી જ 2014માં શરૂ થયેલી MLM કંપની MDMLના એજન્ટોમાં પિયુષ પટેલ, હિતેન્દ્ર મકવાણા, એમિતા પ્રજાપતિ, હર્ષ પ્રજાપતિ તથા સુનિલ બારિયા સહિતના ૧૦ થી ૧૫ એજન્ટોએ કંપનીની સામે

વિરોધનો સુર ઊઠાવી મેદાનમાં આવ્યા છે. એજન્ટોએ કંપનીના વિરોધમાં જિલ્લા કલેકટરને

આવેદન આપી તપાસની માંગ ઉઠાવી છે. આવેદનમાં જણાવ્યા મુજબ કંપની સંચાલકોએ લોભામણી

જાહેરાતો થકી લાખો રૂપિયાની લાલચ આપી એજન્ટો બનાવે છે. લોકો લલચાઈને રૂપિયા ૭૫૦૦થી

લઈ રૂપિય એકલાખ કંપનીમાં એાપી એજન્ટ બન્યા છે. કંપનીએ એત્યાર સુધી નિયમ મુજબ કમીશન

ચૂકવવું જોઈએ તે ચૂકવ્યું નથી જે જુજ એજન્ટોનું જ રૂપિયા ૩૦ થી ૩૫ લાખ થવા જાય છે.

જો બધાજ એજન્ટોની ગણતરી કરીએ તો આ રકમ કરોડોની થાય છે. કંપની પ્રોડક્ટની ગુણવત્તા

સામે ફરિયાદ કરનાર એજન્ટોને બરતરફ કરી તેમના આઇ.ડી. બ્લોક કરી એન્યાય કરાય છે.

આ સિવાય એજન્ટોએ આવેદનમાં કંપની દ્વારા ટેક્ષ

ચોરી કરાતી હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે. તાજેતરમાં જ દૂધધારા ડેરીના મેદાનમાં

સેલીબ્રિટી બોલાવી કંપનીએ ૧૫૦૦૦ જેટલા પાસ વિતરણ કર્યા હતા. જેમાં એક પાસની કિંમત

રૂપિયા ૩૦૦ હતી. આમ કંપનીએ રૂપિયા ૪૫,૦૦,૦૦૦ ઉઘરાવ્યા હતા. પરંતુ કંપનીએ કોઇ મનોરંજન કર ભર્યો ન હોવાનો દાવો કરાયો

છે. સાથે કંપનીએ જ કાર્યક્રમમાં ૩૫,૦૦૦ લોકોને રોજગારી આપી

હોવાનો દાવો કર્યો હતો. જેના અંદાજે ૩૫ કરોડ રૂપિયા કંપની પાસે આવ્યા હોવાની સામે

કંપનીએ સરકારને નિયત કર ચૂકવ્યો છે કે નહીં તે અંગે યોગ્ય તપાસ કરાવવાની માંગ

આવેદનમાં કરવામાં આવી છે.

Next Story