Connect Gujarat
ગુજરાત

ભાવનગર : 2,07,941 લોકોએ આરોગ્ય સેતુ એપથી પોતાની જાતને સુરક્ષિત બનાવી, તો 1,37,230 લોકોએ એપ થકી કર્યું સ્વ પરીક્ષણ

ભાવનગર : 2,07,941 લોકોએ આરોગ્ય સેતુ એપથી પોતાની જાતને સુરક્ષિત બનાવી, તો 1,37,230 લોકોએ એપ થકી કર્યું સ્વ પરીક્ષણ
X

નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેની સાથે સાથે દેશના તમામ લોકોને કોરોના વાયરસ એટલે કે કોવિડ-19ના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની ભલામણ પણ કરી હતી. લોકોના આરોગ્યના જાત પરીક્ષણ અને કોરોના અંગેની જાણકારી ઘેર બેઠાં મળી રહે તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સેતુ નામની મોબાઇલ એપ શરૂ કરવામાં આવી છે. દેશની 11 ભાષાઓમાં ઉપલબ્ધ આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધિત કોવિડ-19ના સંક્રમણને લગતા જોખમો અને તેનુ સચોટ વિવરણ, તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ ? તેવી તમામ માહિતીનો આ એપમાં સમાવેશ કરાયો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રોગના સંક્રમણથી બચવા જન સમુદાય પાસે સહકાર માંગ્યો હતો. જેનો ભાવનગર જિલ્લામાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. ભાવનગર જિલ્લાના લોકોએ પણ પોતાના આરોગ્યની જાળવણી માટે જાગૃત થઇ 2,07,941 લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી છે, જ્યારે 1,37,230 લોકો જાત પરીક્ષણ કરી પોતાના જીવને સુરક્ષિત કરવા માટે કટિબદ્ધ બન્યા હતા.

Next Story