Connect Gujarat
Featured

ભાવનગર : કોવિડ વેકસીન કોવિશિલ્ડના ૬૦ હજાર ડોઝ ભાવનગર ખાતે આવી પહોંચ્યા

ભાવનગર : કોવિડ વેકસીન કોવિશિલ્ડના ૬૦ હજાર ડોઝ ભાવનગર ખાતે આવી પહોંચ્યા
X

ભાવનગર ખાતેની વિભાગીય નાયબ નિયામક કચેરીના વેકસીનેશન સ્ટોર ખાતે કોવિડ વેકસીન કોવિશિલ્ડના 60 હજાર ડોઝ અમદાવાદથી આવી પહોંચ્યા હતા. જે અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમા ૨.૭૬ લાખ જેટલા કોરોના વેકસીનના ડોઝીઝ આવ્યા છે જે પૈકી ભાવનગરમા પણ વેકસીનની ફાળવણી થયેલી છે.જે વેકસીન ડોઝ RDD ના વેરહાઉસ ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે. ભાવનગર ખાતેથી બોટાદ, અમરેલી, ગીર સોમનાથ તથા જૂનાગઢ ખાતે આ ડોઝ પહોંચતા કરવામાં આવશે.

વેકસીનેશન માટે ભાવનગર જિલ્લામાં કુલ ૧૦ વેકસીન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જ્યાથી પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કસને વેકસીન આપવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિક વિસ્તારમા ૫ સ્થળોએ તથા ભાવનગર ગ્રામીણ વિસ્તારમાં પણ ૫ સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંદાજે 15,000 જેટલા સરકારી તથા ખાનગી ક્ષેત્રે જોડાયેલા હેલ્થકેર વર્કરોને પહેલા તબક્કામા વેકસીન આપવાનુંn શરૂ કરાશે.

જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે વેકસીનેશન અંગેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જે માટે પૂરતા પ્રમાણમાં I.L.R, સ્ટોરેજ કેપેસિટી, વેકસીનેટર, તાલીમબદ્ધ સ્ટાફ, ગૃપ સહિતની વેકસીનેશન અંગેની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ૧૬ મી તારીખે રાજ્ય સરકારનો આદેશ મળતાની સાથે તુરંત જ વેકસીનેશનની કાર્યવાહી શરૂ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, મેડિકલ કોલેજના ડિન હેમંત મહેતા, જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે.તાવીયાડ, આરોગ્ય અધિકારી આર.કે.સિન્હા, આર.પી.સી. યોગેશ્વર ઉપાધ્યાય, રિજનલ પ્રોજેકટ ઓફિસરશ્રી ડો.રિચા મોદી, વહીવટી અધિકારી દીપ્તિબહેન, વેકસીન મેનેજર યશપાલસિંહ જાડેજા, ફાર્માસિસ્ટ કપિલભાઈ દવે, જયુભા ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Next Story