Connect Gujarat
ગુજરાત

ભાવનગર: જાહેર માર્ગ ઉપર બે આખલાઓએ મચાવ્યો આતંક : ૧ને ઇજા

ભાવનગર: જાહેર માર્ગ ઉપર બે આખલાઓએ મચાવ્યો આતંક : ૧ને ઇજા
X

ભાવનગરમાં આખલાઓનો જાહેર રોડ પર આતંક, બે આખલાને છુટ્ટા પાડતા હુમલો, છુટ્ટા પાડનાર શખ્સને આખલાએ કચડયો, સદનસીબે શખ્સને સામાન્ય ઇજા થઇ, મનપાની ઘોર બેદરકારીએ લોકો બની રહ્યા છે ભોગ અનેકવાર સ્થાનિક મનપા તંત્ર ને રજૂઆત કરવા છતાં રખડતા ઢોરનો શહેરમાંથી નિકાલ કરવામાં આવતો નથી. મનપા તંત્ર શુ વધુ આવા રખડતા આખલા ના ભોગ બનવાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ભાવનગર શહેરમાં દિવસેને દિવસે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે ભીડભંજન ચોકમાં બે આખલા બાખડતા ચોકમાં ટ્રાફિકજામ સર્જાયો હતો સાથે જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે.

Next Story