Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ધોરણ-12ની પરીક્ષા આપી પરત ફરતી છાત્રા ઉપર યુવાનનો હુમલો

ભાવનગર : ધોરણ-12ની પરીક્ષા આપી પરત ફરતી છાત્રા ઉપર યુવાનનો હુમલો
X

ભાવનગર

શહેરના હાદાનગર વિસ્તારમાં ધો . ૧૨ની પરીક્ષા આપી ઘરે પરત ફરતી વિદ્યાર્થિની ઉપર

તેના એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કરી નાંખી હતી.


ભાવનગર

શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીની ધો . ૧૨ બોર્ડની પરીક્ષા આપી પરત

પોતાના ઘરે જઇ રહી હતી તે સમયે હાદાનગરમાં તેના ઘર થોડેક દૂર વિશાલ મકવાણા નામના

યુવાને તેને આંતરી હતી. યુવતી કઇ સમજે તે પહેલાં વિશાલે તેને ચપ્પુના ઘા મારી દીધા

હતાં. યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા

બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

પોલીસની

પુછપરછમાં વિશાલ મકવાણા યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ બની ગયો હતો. યુવતી તેની

સાથે પ્રેમ સંબંધ રાખવા માંગતી ન હતી. બંને વચ્ચે આ બાબતે ઝગડો પણ થઇ ચુકયો હતો.

યુવતીને સબક શીખવાડવા તેણે હુમલો કર્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. પોલીસે

ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story