Connect Gujarat
ગુજરાત

ભાવનગર : મહિલા પર હુમલો કરનારા 3 આરોપી સીસીટીવીના આધારે ઝડપાયાં

ભાવનગર : મહિલા પર હુમલો કરનારા 3 આરોપી સીસીટીવીના આધારે ઝડપાયાં
X

ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં રહેતી મહીલા ઉપર જુની અદાવતમાં 3 શખ્સોએ છરી અને લોખંડની એન્ગલથી હુમલો કરી રૂપિયા ૨૫ હજારની લૂટ ચલાવ્યાની ફરીયાદ નોંધાવી હતી. જે ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવતા હુમલો કરનાર ત્રણ શખ્સોનો પોલીસે તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં આવેલ ગુલશન એપાર્ટમેન્ટમાં રહેતા સમીમ ઉસ્માનગની ફતાણી બેન્કનું કામ પતાવી સ્કૂટર લઈ ઘરે આવતા હતા તે દરમ્યાન ગુલશન એપાર્ટમેન્ટના ગેટ પાસે અજુ બેલીમ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ બાઇક પર આવી સ્કુટર સાથે બાઇક અથડાવી મહિલાને ગાળો આપી પડખાના ભાગે છરી મારી બન્ને પગ પર લોખંડની એંગલથી માર મારતા મહિલા લોહી લુહાણ હાલતે રસ્તા પર પડી ગઇ હતી. હુમલો કરી ત્રણે શખ્સો ત્યાથી નાસી ગયા હતા. બનાવ અંગે હુમલાનો ભોગ બનેલ મહિલા સમીમ ઉસ્માનગનીએ અજુ તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હુમલો કર્યાની સી’ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઇજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું કે, અજુ સામે તેણીએ અગાઉ લૂટની ફરિયાદ કરી હતી. જે કેસમાં તેને સજા પડશે તો પેરોલ પર આવી તેણીને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. હુમલાખોરો મહિલા પાસે રહેલ પર્સ કે જેમાં રૂપિયા 25,000 રોકડા હતા તેની લૂટ ચલાવી નાસી છુટ્યાં હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે જમનાકુંડ, વોરાવાડ અને ભીલવાડા સર્કલના ત્રણેય શખ્સોને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story