Connect Gujarat

ભાવનગર : એશિયાના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ પર પડી કોરોનાની અસર, જાણો શું કરવામાં આવ્યો છે આદેશ..!

ભાવનગર : એશિયાના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ પર પડી કોરોનાની અસર, જાણો શું કરવામાં આવ્યો છે આદેશ..!
X

ભાવનગર સ્થિત એશિયાના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ અલંગ સોસિયા ઉપર પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. જેમાં કોરોના વાયરસના પગલે અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં આવતા જહાજોને હાલ થોડા સમય માટે રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોરોના વાયરસના કહેરને અટકાવવા જ્યારે સમગ્ર વિશ્વમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગર સ્થિત શિપબ્રેકીંગ યાર્ડ એવા અલંગમાં એવા એશિયાના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ ઉપર પણ કોરોના ઈફેક્ટના પગલે વિદેશોમાંથી ભંગાણ માટે આવતા શીપ પર રોક લગાવી દેવામાં આવી છે. હાલ એક માસ જેટલા સમયગાળા માટે નવા શીપો બીચીંગ કરવામાં નહિ આવે એટલે કે, જે શીપ ભંગાણ માટે આવવાના છે તેને રોકી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ તો ચીન, જાપાન, ઇટલી અને ફ્રાંસ જેવા દેશોમાંથી આવતા જહાજો પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં કોરોના વાયરસ કાબુમાં નહિ આવે તો વધુ સમય માટે જહાજોની આવક પર બ્રેક મારવામાં આવશે. પરંતુ જો અને તો વચ્ચેની સ્થિતિ દરમ્યાન કોરોના વાયરસની અસર કેવી રહે તેના ઉપર અલંગનું ભાવી નક્કી થશે તેવું હાલ લાગી રહ્યું છે.

Next Story
Share it