Connect Gujarat
Featured

ભાવનગર: લીંબડી-ઇટાળીયા માઈનોર કેનાલમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું, ખેતરોમાં ભરાયા પાણી

ભાવનગર: લીંબડી-ઇટાળીયા માઈનોર કેનાલમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું, ખેતરોમાં ભરાયા પાણી
X

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જલાલપર અને રંગપર ગામ નજીક આવેલી લીંબડી-ઇટાળીયા માઈનોર કેનાલમાં ગાબડું પડતા પાણીના વછુટેલાં ધોધને કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ, જાર, તલ સહિતના પાકોને ભારે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સોમવારના રોજ વહેલી સવારે વલ્લભીપુર તાલુકાના જલાલપર ગામ નજીક આવેલી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ, જાર અને તલ સહિતના પાકોને ભારે નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

લીંબડી-ઇટાળીયા માઈનોર કેનાલ બનાવવામાં થયેલી ગેરરીતિને કારણે કેનાલમાં ભંગાણ પડ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, ત્યારે કોન્ટ્રાક્ટરના પાપે હાલ તો ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે સમગ્ર મામલે વહીવટી તંત્ર દ્વારા જવાબદારો સામે પગલાં ભરવામાં આવે છે કે, કેમ તે હવે જોવું રહ્યું.

Next Story