Connect Gujarat
ગુજરાત

ભાવનગર : જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઇ, પશુ તજજ્ઞો દ્વારા તલસ્પર્શી માહિતી અપાઈ

ભાવનગર : જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઇ, પશુ તજજ્ઞો દ્વારા તલસ્પર્શી માહિતી અપાઈ
X

ભાવનગર ખાતે રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત, ભાવનગર તેમજ પશુ દવાખાનું મહુવાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની પશુપાલન

શિબિર સાંસદ નારણ કાછડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ શિબિરમાં પશુપાલનની વિવિધ

સહાયકારી યોજનાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

પશુપાલન શિબિર દરમ્યાન પશુ તજજ્ઞો દ્વારા પશુપોષણ, પશુ માવજત, પશુ આરોગ્ય તથા આઈ

ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ પશુપાલનની વિવિધ સહાયકારી યોજના અંગેની વિસ્તૃત માહિતી

પુરી પાડવામાં આવી હતી. ડો. બી.એમ.શાહ નાયબ પશુપાલન નિયામક જિલ્લા

પંચાયત ભાવનગર દ્વારા પશુપાલન

શિબિરમાં પશુપાલકોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પશુઓના રોગો વિશે માહિતી આપી હતી. પશુઓના બચ્ચાના વિકાસ, પશુઓને ગર્ભાવસ્થા

દરમ્યાન રાખવાની કાળજી, વિયાજન બાદ અને પહેલા શું તકેદારી

રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત પશુઓના વિવિધ રોગોમાં કેવી તકેદારી રાખવી રસિકરણ કૃમિનાશક દવા તેમજ મિનરલ

મીક્ષરથી થતા ફાયદાઓ અને પશુઓમાં તેનું મહત્વ તેમજ ઓછા ખર્ચથી વધુ ઉત્પાદન મેળવી

શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે વિદ્યુત સંચાલિત ચાફકટર ના ૫ લાભાર્થીઓને

એક લાભાર્થી દીઠ ૧૫,૦૦૦ મુજબ બકરા એકમ લાભાર્થીને ૪૫,૦૦૦નો ચેક તેમજ

કૃત્રિમ બીજદાન થી જન્મેલ વાછરડી માટે પ્રોત્સાહક સહાય રૂ. ૩,૦૦૦ મુજબ ૬

લાભાર્થીઓને સહાય ચેક કુલ ૧,૩૮,૦૦૦ની સહાયના ચેક

વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય

આર.સી.મકવાણા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભરત હડિયા, એ.પી.એમ.સી. ચેરમેન

ઘનશ્યામ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ દુલા ભાલીયા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય વલ્લભ જોળિયા

સહિતના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story