Connect Gujarat

ભાવનગર : સિવિલ હોસ્પિટલમાં દર્દીનું થયું મોત, જુઓ પછી સ્વજનોએ શું કર્યુ

ભાવનગર : સિવિલ હોસ્પિટલમાં દર્દીનું થયું મોત, જુઓ પછી સ્વજનોએ શું કર્યુ
X

ભાવનગર ખાતે ડોક્ટર પર હુમલો થવાની ઘટનામાં રેસિડેન્ટ ડોક્ટરો સ્ટ્રાઈક પર ઉતરી ગયા હતા, ત્યારે મૃતકના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં વહેલી સવારે છાતીમાં દુખાવો થવાના કારણે શહેરના જમનાકુંડ વિસ્તારના એક દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટર દ્વારા દર્દીને સારવાર અપાઈ રહી હતી તે દરમ્યાન ઇન્જેક્શન આપ્યા બાદ દર્દીનું મોત નીપજ્યું હતું. જેને કારણે દર્દીના સગાઓએ ઉશકેરાઈને ડોક્ટર પર હુમલો કર્યો હતો, ત્યારે ડોક્ટરને ઇજા થતાં સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે આ મામલે રેસિડેન્ટ ડોક્ટરો સ્ટ્રાઈક પર ઉતરી સખત કાર્યવાહીની માંગ કરી હતી. બનાવની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ સર ટી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

Next Story
Share it