ભાવનગર : જાણો, મૃતકના પરિવારે સિવિલ હોસ્પિટલના સ્ટાફ ઉપર કેમ કર્યો છરી વડે હુમલો..!

0

ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ સિવિલના તબીબોએ યોગ્ય સારવાર ન કરી હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલના સ્ટાફ ઉપર છરી વડે હુમલો કરતા ભારે ચકચાર મચી હતી. ઘટનાના પગલે સિવિલ હોસ્પિટલનું પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા હરેશ જીજરીયા નામના યુવકે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતાં તેને ગંભીર હાલતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે ફરજ પરના તબીબ સૌરભ મહાપ્રભુએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જો કે યુવકને યોગ્ય સારવાર ન મળી હોવાના આક્ષેપ સાથે મૃતક યુવકના પરિવારજનો વિરોધ નોંધાવ્યો હતો. હોસ્પિટલમાં તબીબ અને હાજર સ્ટાફ સાથે બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મૃતકના પરિવારજનો પૈકી એક શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો. જેણે ફરજ પર હાજર સિક્યુરિટી ઈન્ચાર્જ રફિક મહિડા ઉપર હુમલો કર્યો હતો. આ હુમલાની જાણ થતા ટેકનિશયન ભાવેશ ભટ્ટી તેમને બચાવવા જતા તેને હાથના ભાગે મૃતકના પરિવારજનો છરી વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા.

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં થયેલ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલો કરનાર શખ્સો પૈકી 2 શખ્સોની અટકાયત કરી હતી. ઉપરાંત હુમલાની ઘટનામાં 3થી વધુ શખ્સો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું, ત્યારે અન્ય એક શખ્સને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે. હાલ સમગ્ર ઘટનામાં ભોગ બનેલા બન્ને કર્મચારીઓની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here