Connect Gujarat
Featured

ભાવનગર : 5 વીઘાનો સફળ પાક ખેડૂતે પશુધનના હવાલે કર્યો, જાણો કોણ છે જવાબદાર..!

ભાવનગર : 5 વીઘાનો સફળ પાક ખેડૂતે પશુધનના હવાલે કર્યો, જાણો કોણ છે જવાબદાર..!
X

ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના જાંબાળા ગામના એક ખેડૂતે 5 વીઘા જમીનમાં તૈયાર કરેલો ફ્લાવર અને કોબીજનો સમગ્ર પાક ઢોરઢાખરના હવાલે કર્યો હતો. જેમાં ખેડૂતને પ્રતિ કિલોએ માત્ર 1 રૂપિયા જેટલો સામાન્ય ભાવ મળતા ખેડૂતે પોતાનો પાક ઢોરને ખવડાવ્યો હતો.

ભાવનગર જીલ્લામાં એક ખેડૂતે પોતાની ખેત પેદાશના અપૂરતા ભાવથી નારાજ થઇ પાક ઢોરઢાખરના હવાલે કર્યો હતો. સિહોરના જાંબાળા ગામના માધાભાઈ નામના એક ખેડૂતે પોતાના ખેતરમાં 5 વીઘામાં કોબીજ અને ફ્લાવરનું વાવેતર કર્યું હતું. થોડા સમય અગાઉ તમામ શાકભાજીના ભાવો પૂરતો મળતો હોવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.

પરંતુ હાલ તમામ શાકભાજીના ભાવો તળિયે છે. જેમાં યાર્ડમાં હોલસેલ ભાવ માત્ર 1 રૂપિયા પ્રતિ કિલો જેટલો હોય અને ખેડૂતોને તે પાક ખેતરમાંથી મજૂરો પાસે એકત્રિત કરાવવાની મજૂરી પણ મોંઘી પડતી હોય છે. જેથી ખેડૂતે 5 વીઘામાં રહેલો સમગ્ર પાક ઢોરઢાખરને હવાલે કરી જવાબદાર સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે અન્ય ખેડૂતોએ પણ આ બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી સરકાર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેમાં સરકાર ખેડૂતોને પ્રોત્સાહન આપતી ન હોય તેમજ જે પાક તૈયાર થાય છે, તેના પૂરતા ભાવો નહીં મળતા ખેડૂતોએ ના છૂટકે આવા પગલા ભરવા પડે છે.

Next Story