ભાવનગર : આંબા ચોક નજીક ચંપલના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ

0

ભાવનગર શહેરમાં ગત મોડી રાત્રે આંબા ચોક વિસ્તારમાં આવેલ ચંપલના ગોડાઉનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગે 7થી વધુ ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે ભાવનગર શહેરના આંબા ચોક વિસ્તારમાં મોટા ફળીયા નજીક હેમા ફૂટવેર નામના ચંપલ ગોડાઉનમાં અચાનક જ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગ વિકરાળ હોવાને કારણે આસપાસ સહિત વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા. ગોડાઉનના ઉપરના માળે આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આગને કાબૂમાં લેવા માટે લગભગ 7થી વધુ ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોને સમગ્ર આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ ચંપલ ગોડાઉનમાં લાગેલ આગના કારણે ઘટના સ્થળે ફાયર વિભાગ દ્વારા સવારના સમયે વધુ એક ફાયર ટેન્ડરની મદદથી કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આગ એટલી ભયાનક હતી કે જેનાથી ગોડાઉનમાં રહેલો તમામ માલ સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here