Connect Gujarat
Featured

ભાવનગર : ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

ભાવનગર : ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
X

કોરોનાના કહેર વચ્ચે ભાવનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.તાવિયાડની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયેશ વાંકાણીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણાના મેડિકલ ઓફિસર ડો. મનસ્વીની માલવીયા દ્વારા સગર્ભા માતાની વિશેષ કાળજી રખાઈ અને તેમની તપાસણી, લોહીની તપાસ, હિમોગ્લોબીન તેમજ હાઈ બી.પી. વગેરે અંગે તપાસણી કરીને વિશેષ અભીયાન દ્વારા માતામરણ બચાવવાના પ્રયાસરૂપે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો. જેમાં સગર્ભાને ૫ મહિનાથી વધુ મહિનાવાળી બહેનોની ખાસ તપાસણી થયેલ. જેમાં ૮ માતાઓ જોખમી સગર્ભા હતી. જેના પર વિશેષ ધ્યાન, સલાહ-સુચન રાખવામાં આવ્યું હતું. હાલ ૭૩ સગર્ભા માતાની તપાસણી કરાઈ છે.

સમગ્ર આરોગ્ય તપાસણી કેમ્પ દરમ્યાન ટાણા, કાજાવદર, બુઢણા, દેવગાણાની સગર્ભા માતાએ કેમ્પનો લાભ લીધેલ. આ કાર્યક્રમમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. સવારે ૭ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા મેડિકલ ઓફિસર ડો. મનસ્વીની માલવીયા, ફિમેલ હેલ્થ વર્કર દિના પારધી, રંજન બારૈયા, આર.બી.એસ.કે. ડો. મનાલી બાલધીયા, શ્રધ્ધા મોરી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તમામ આશા-આશાફેસીનો સહયોગ મળેલ. જેમાં ફિમેલ હેલ્થ વર્કર શિલ્પા જોષી તથા ફિમેલ હેલ્થ સુપરવાઈઝર કે.કે.પંડ્યાએ સંકલન કર્યું હતું.

Next Story