Connect Gujarat
Featured

ભાવનગર : આરોગ્ય સેવા ઝડપી બનાવવા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, 144ની કલમનો ભંગ થયો હોવાના દ્રશ્યો સર્જાયા

ભાવનગર : આરોગ્ય સેવા ઝડપી બનાવવા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, 144ની કલમનો ભંગ થયો હોવાના દ્રશ્યો સર્જાયા
X

કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણ જેવી વિકટ સ્થિતિમાં ભાવનગર મહા નગરપાલિકા દ્વારા આરોગ્ય સેવાને વધુ ઝડપી અને યોગ્ય બનાવવા માટે તાકીદે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, ત્યારે એક સમયે લોકો દ્વારા 144ની કલમનો ભંગ થયો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

કોરોના મહામારીને પહોંચી વળવા ભાવનગર વહીવટી તંત્ર દ્વારા મેડીકલ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર સહિતની વિવિધ જગ્યાઓ પર કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી હાથ ધરવામાં આવી છે. અટલ બિહારી બાજપાઈ ઓપન થીયેટર ખાતે મોટી સંખ્યામાં લોકો ઈન્ટરવ્યું આપવા પહોચ્યા હતા, ત્યારે એક સમયે ભરતી માટે આવેલા લોકોએ 144ની કલમનો ભંગ કરો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પરંતુ ત્યાર બાદ પોલીસ આવી જતાં સોશિયલ ડિસ્ટન્સની પૂરી કાળજી રાખી લોકોએ એકબીજાથી દુરી બનાવી ઈન્ટરવ્યુંમાં જોડાયા હતા.

ભાવનગર જીલ્લાની અન્ય ૩ નગરપાલિકામાં પણ સેનેટરી ઇન્સ્પેકટરની ભરતી અંગે ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. કુલ ૨૮ મેડીકલ ઓફિસર, ૨૮ સેનેટરી ઇન્સ્પેકટર સહિતના વિવિધ કેટેગરીની ૮૦ જેટલી પોસ્ટ માટે ૧૧ માસના કોન્ટ્રાક્ટ હેઠળ ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી, ત્યારે બે દિવસમાં જ પસંદગી કરી ઓર્ડર આપી લોકોને ફરજ પર હાજર કરી સેવામાં જોડી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Next Story