Connect Gujarat
Featured

ભાવનગર : બગાયતદારોને સિંચાઇની માંગણી અંગેની અરજીઓ વહેલી તકે ભરી આપવા જળસિંચન વિભાગ દ્વારા કરાયું સૂચન

ભાવનગર : બગાયતદારોને સિંચાઇની માંગણી અંગેની અરજીઓ વહેલી તકે ભરી આપવા જળસિંચન વિભાગ દ્વારા કરાયું સૂચન
X

ભાવનગર જિલ્લાના શેત્રુંજી જળાશય યોજનામાથી રબી/ઉનાળુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે સિંચાઈના પાણી અંગેના ફોર્મ ભરવાની અધિસુચના બહાર પાડવામાં આવેલ હતી.

સિંચાઈના પાણી અંગેના ફોર્મ ભરવાની અધિસુચનામાં જણાવાયુ છે કે, શેત્રુંજી જમણા કાંઠા નહેર તથા ડાબા કાંઠા નહેરના તમામ બાગાયતદારોની સિંચાઇની માંગણી અંગેની અરજી તા.૨૦/૦૧/૨૦૨૧ સુધી અરજી ફોર્મ મંગાવવામાં આવેલ. પરંતુ બંન્ને કાંઠાની નહેરમાં સિંચાઈ અંગેના ફોર્મ નહિવત આવેલ હોવાથી ફોર્મ સ્વીકારવાની તા. ૩૧/૦૧/૨૦૨૧ સુધી લંબાવવામા આવેલ છે. આથી દરેક બાગાયતદારોને સિંચાઇની માંગણી અંગેની અરજીઓ વહેલી તકે ભરી દેવા ફરીથી જણાવવામાં આવે છે. જેથી સિંચાઈનું પાણી વહેલામા વહેલું કેનાલમાં શરૂ કરી શકાય. જેની દરેક બાગાયતદારોને નોંધ લેવા કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Next Story