Connect Gujarat
Featured

ભાવનગર : મહુવા રોડ પર કારમાં આગ ભભૂકી, ફાયર ફાઇટરોએ મેળવ્યો આગ પર કાબુ

ભાવનગર : મહુવા રોડ પર કારમાં આગ ભભૂકી, ફાયર ફાઇટરોએ મેળવ્યો આગ પર કાબુ
X

ભાવનગરના મહુવામાં એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક કારમાં અચાનક આગ લાગતાં લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભાવનગરના મહુવામાં એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ પર આવેલ આનંદધન કોમ્પ્લેક્સ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારમાં આગ લાગતાં જ આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી હતી. જોકે કારમાં સવાર 2 લોકોએ સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતાં બન્નેનો આબાદ બચાવ થયો હતો.

મહુવામાં રોડ પર કારમાં અચાનક આગ લાગતાં સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી, ત્યારે બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story