ભાવનગર : સગાઇમાં આડખીલીરૂપ બનતી હતી ભાભી, જુઓ પછી દીયરે શું કર્યું..!

0
224

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખુંટવડા ગામમાં દીયરે પોતાની સગાઈ ન થતાં ઉશ્કેરાઈ જઇ ભાભીની હત્યા કરી હતી. બન્નેના ચાલી રહેલા ઝઘડામાં તેની બહેન વચ્ચે છોડાવવા પડી હતી, જેને ગંભીર ઇજા પહોચતા સારવાર દરમ્યાન તેનું પણ મોત નીપજ્યું હતું. આમ ભાભી અને નણંદનું મોત થતા સમગ્ર મામલો બેવડી હત્યાના ગુન્હામાં પરિણમ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ખુંટવડા ગામે વેલજી સીસારા નામના વ્યક્તિએ પોતાની સગાઇ પોતાના ભાભી સોનલના કારણે થતી ન હોવાની શંકાએ ઝઘડો કર્યો હતો. જેમાં દીયરે વેલજી સીસારાએ ભાભી ઉપર જીવલેણ હુમલો કરી ભાભીનું ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું. જયારે આ ઘટનામાં નણંદ એટલે કે વેલજી સીસારાની બહેન દ્વારા ભાભીને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે રોષે ભરાયેલા વેલજીએ તેની બહેનને પણ ગંભીર ઇજા પહોચાડી હતી. ત્યાર બાદ તેની બહેનને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે સારવાર દરમ્યાન તેનું પણ મોત થતા સમગ્ર મામલો બેવડી હત્યામાં પરિણમ્યો હતો. હાલ પોલીસે વેલજી સીસારા વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here