ભાવનગર : કચરાના નિકાલ માટે મનપાને નથી મળતી એજન્સી, કચરાના બની રહયાં છે કૃત્રિમ ડુંગર

0

ભાવનગર મહાનગરપાલિકા સત્તાધીશોને કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એજન્સી મળતી નહી હોવાથી કચરાના કૃત્રિમ ડુંગરો બનવા લાગ્યાં છે જેના કારણે આસપાસ રહેતાં લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે…

ભાવનગર શહેર માંથી કચરો દુર કરવા અને સ્વચ્છતા અંગેની જાળવણી રહે તેવા હેતુથી મહાનગર પાલિકાએ ગાર્બેજ કલેકશન સેવા શરૂ કરી છે. અંદાજે ૧૩૦ જેટલા ટેમ્પલ બેલ દ્વારા દરોરોજનો ૨૦૦ થી ૩૦૦ ટન કચરો એકઠો કરી નારી રોડ પર આવેલા ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે. પણ આજ સુધી મહાનગરપાલિકા દ્વારા આ કચરાના યોગ્ય નિકાલ માટે કોઈ એજન્સી મળી નહિ હોવાને લીધે શહેરભરના કચરા માંથી કુત્રિમ ડુંગરો બની ગયા છે. જેના લીધે નારી રોડ નજીક આવેલા કુંભારવાડા વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રાત્રીના સમયે હવામાં અત્યંત દુર્ગંધ આવે છે. જયારે શહેરભરના કચરા માંથી અનેક પ્રકારના રોગના વાઇરસનો પણ ભય સ્થાનિક વિસ્તારના લોકોમાં ઉભો થયો છે. ત્યારે વહેલી તકે આ કચરાનો કોઈ યોગ્ય નિકાલ અને લોકોના આરોગ્યને નુકશાન થતું અટકાવવા લોકો માંગ કરી રહયાં છે.

કચરાને પ્રોસેસિંગ કરી તેમાં થી પ્લાસ્ટિક, રબર અને ધાતુ સહીતની વસ્તુઓ અલગ કરી ખાતર બનાવવી ઉપયોગમાં લઇ શકાય તેવી યોજના બનાવી હતી. અને આ પ્રોસેસિંગ કામ અત્યાર સુધીમાં ત્રણ થી વધુ એજન્સીને કોન્ટ્રાક્ટ પર આપવામાં આવ્યું હતું. પણ કોઈને કોઈ કારણોસર કચરાનું પ્રોસેસિંગ કરતી એજન્સીઓ કામ અધૂરું મુકીને ચાલી જાય છે. વિરોધ પક્ષના નેતા દ્વારા જણાવ્યું હતું કે ભાવનગર મહાનગર પાલિકાના ભાજપના સતાધીશો કોઈ પણ કામ આયોજન સાથે પુરા કરવામાં સક્ષમ નથી. 

જયારે આ મુદ્દે સશકપક્ષ દ્વારા ડમ્પિંગ સાઈટ અંગે જણાવ્યું હતું કે હાલ કોઈ એજન્સી દ્વારા કામ શરુ કરાયું છે. અને જ્યાં આ ડમ્પિંગ સાઈટ છે. તેને હાલનો કચરો ખાલી થાય ત્યાં સુધી બીજે સ્થળે ડમ્પિંગ સાઈટ શરુ કરવાની યોજના છે. અત્યારે એક એજન્સી દ્વારા કચરાને પ્રોસેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને વહેલી તકે આ કચરો દુર કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here