Connect Gujarat
Featured

ભાવનગર : માર્કેટીંગ યાર્ડ ડુંગળીથી ઉભરાયું, ડુંગળીનો જથ્થો રાખવા સબ યાર્ડ ઊભું કરાયું

ભાવનગર : માર્કેટીંગ યાર્ડ ડુંગળીથી ઉભરાયું, ડુંગળીનો જથ્થો રાખવા સબ યાર્ડ ઊભું કરાયું
X

ભાવનગર શહેરની માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા 2 દિવસથી લાલ અને સફેદ ડુંગળીનો વધુ માત્રામાં ભરાવો થઈ રહ્યો છે. અહી વેચાણ કરવા આવતા ખેડૂતોની ડુંગળી રાખવા માટે માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, ત્યારે યાર્ડના સંચાલકો દ્વારા તાત્કાલિક સબ યાર્ડ ઊભું કરી ડુંગળીનો જથ્થો રાખવા માટેની ફરજ પડી છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે વધુ માત્રા ડુંગળીનો ભરાવો થતા યાર્ડમાં જગ્યાના આભાવે સબ યાર્ડ બનાવી ડુંગળીનો જથ્થો મુકાવાની માર્કેટિંગ યાર્ડના સંચાલકોને ફરજ પડી છે. હાલ યાર્ડમાં જ્યા જુઓ ત્યાં ડુંગળીનો જથ્થો હોવાથી યાર્ડમાં જગ્યાના અભાવે નવું સબ યાર્ડ ઊભું કરવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં હાલ 2 લાખ ગુણી કરતા પણ વધુ ડુંગળીનો જથ્થો હોવાથી તાત્કાલિક નવું સબ યાર્ડ ઊભું કરી ડુંગળીનો જથ્થો રાખવામાં આવી રહ્યો છે.

Next Story