Connect Gujarat
Featured

ભાવનગર : સિંચાઈની કેનાલમાં પડ્યા ગાબડા, પાણીની સાથે લાખો રૂપિયાના ખર્ચનોપણ થયો વેડફાટ

ભાવનગર : સિંચાઈની કેનાલમાં પડ્યા ગાબડા, પાણીની સાથે લાખો રૂપિયાના ખર્ચનોપણ થયો વેડફાટ
X

ભાવનગર જિલ્લામાં આવેલ શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારી થતા કેનાલમાં પાણી છોડવાનો હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ સિંચાઈની કેનાલમાં પડેલા મસમોટા ગાબડાના કારણે સરકારના લાખો રૂપિયાના ખર્ચનો પણ પાણીની સાથે વેડફાટ થઈ રહ્યો છે.

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકા સ્થિત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયા બાદ વધારાનું પાણી નદી મારફતે દરિયામાં વહી જાય છે, ત્યારે આ પાણીને ડેમની ડાબી-જમણી કેનાલોમાં વાળી ખેડૂતો તથા 3 તાલુકાના ચેકડેમો અને તળાવો ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સિંચાઈની કેનાલમાં પડેલા મસમોટા ગાબડાના કારણે સરકારના લાખો રૂપિયાના ખર્ચનો પણ પાણીની સાથે વેડફાટ થઈ રહ્યો છે.

જળ સિંચન વિભાગના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભાવનગર અને અમરેલી જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. પરિણામે જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ 93 ટકાથી વધુ થઈ ગયો છે, ત્યારે શેત્રુંજી ડેમમાંથી સિચાઈ માટે ખેડૂતો તેમજ સાંસદની રજૂઆત બાદ ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે કેનાલમાં કેટલાંક અંતરે મોટા-મોટા ગાબડા પડી ગયા છે, ત્યારે જે પ્રમાણે કેનાલમાં ગાબડા અને ભંગાણની વાત છે તેવી ફરિયાદ હજુ સુધી કોઈ ધ્યાને આવી નથી. પરંતુ કેનાલમાં કોઈ ક્ષતિ જણાશે તો તેનો સર્વે કર્યા બાદ સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે.

Next Story