Connect Gujarat
Featured

ભાવનગર : બાળકો માટે “હોળી” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન, જુઓ કેવી રીતે લઈ શકાશે સ્પર્ધામાં ભાગ..!

ભાવનગર : બાળકો માટે “હોળી” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન, જુઓ કેવી રીતે લઈ શકાશે સ્પર્ધામાં ભાગ..!
X

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી ભાવનગર સંચાલિત “હોળી” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે.

હાલ કોવિડ-19 મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તા. 02/03/2021 બપોરે 12 કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. ઉપરાંત કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઇ-મેઈલ ID વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ કૃતિની સાથે સ્પર્ધકે પોતાની ઉંમરના પુરાવા તરીકે આધારકાર્ડ કે, પાનકાર્ડની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે અને બાહેંધરી પત્ર પણ આપવાનું રહેશે. આ સ્પર્ધામા 8થી 13 વર્ષના બાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાંથી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્રની જિલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજ્ય કક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. જિલ્લા કક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તા. 02/03/2021ના રોજ બપોરે 12 કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-2, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતા કરવાના રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો અને બાહેંધરી પત્ર કચેરીના બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે.

Next Story