Connect Gujarat
Featured

ભાવનગર : પ્રથમ તબક્કામાં પ્રચંડ જીત બાદ પાટીલ બીજા તબક્કાના પ્રચારમાં લાગ્યા

ભાવનગર : પ્રથમ તબક્કામાં પ્રચંડ જીત બાદ પાટીલ બીજા તબક્કાના પ્રચારમાં લાગ્યા
X

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે ભવ્ય રેલી યોજી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં બહુમતી સાથે જીત સુનિશ્ચિત કરવા પહોંચેલા પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બીજા તબક્કાની ચુંટણીના પ્રચાર માટે પાલીતાણા પહોચ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાવનગર જીલ્લામાં જીલ્લા પંચાયતની ૪૦ બેઠક, તાલુકા પંચાયતની ૨૧૦ બેઠક અને ત્રણ નગરપાલિકાની ૯૬ બેઠકો મળી કુલ ૩૪૬ બેઠકો માટે આગામી તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. આ બીજા તબક્કાના મતદાનમાં પણ ભાજપને મોટી જીત મળે તે હેતુથી પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે રેલી અને સભા ગજવી હતી.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બોટાદથી પાલીતાણા પહોચ્યા હતા. જૈનોના પવિત્રધામ પાલીતાણામાં તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તળેટી રોડ પરથી એક ભવ્ય બાઈક રેલી યોજી હતી. જેમાં તેમની સાથે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા જોડાયા હતા. આ રેલી પાલીતાણાના માર્ગો પરથી પસાર થઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ રેલી સભામાં પરિવર્તિત થઇ હતી જેમાં બીજા તબક્કાના પ્રચારમાં ફરી ભાજપને જંગી બહુમતી થી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન અનેક મુદ્દાઓને લઈને સરકારની પ્રશંસા કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

Next Story