Connect Gujarat

ભાવનગર : પાલીતાણાના હસ્તગીરીના ડુંગરાળ વિસ્તારમાં લાગી દોઢ કિ.મી. સુધીની આગ

ભાવનગર : પાલીતાણાના હસ્તગીરીના ડુંગરાળ વિસ્તારમાં લાગી દોઢ કિ.મી. સુધીની આગ
X

ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલા હસ્તગીરીના ડુંગરાળ વિસ્તારમાં મંગળવારે સાંજે એકથી દોઢ કિમીના વિસ્તારમાં વિવિધ જગ્યા પર આગ લાગતા સમગ્ર ધટના તપાસનો વિષય બની છે.

પાલીતાણા નજીક આવેલા હસ્તગીરીના ડુંગરાળ વિસ્તારમાં એકથી દોઢ કિમીના વિસ્તારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગના પગલે પાલીતાણા અને સિહોરના ફાયર વિભાગને જાણ કરતા પાલીતાણા ફાયર વિભાગ અને વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ 108 એમ્બ્યુલન્સ પણ ધટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આગ મોડી સાંજ બાદ વધુ બેકાબુ બનતા વધુ ફાયર ફાયટરો તળાજા , ગારીયાધાર , પાલીતાણા અને સિહોરથી રવાના કરવામાં આવ્યા છે.

જ્યારે પાલીતાણા એસ.ડી.એમ , મામલતદાર , ફોરેસ્ટ અધિકારી ,ટીડીઓ અને પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી જઇ વહેલી તકે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. આગ લાગવાનુ કારણ હજુ સુધી અકબંધ છે. એક થી દોઢ કિમીના વિસ્તારમાં વિવિધ જગ્યાઓ એકસાથે લાગેલી આગની ઘટના ગળે ઉતરી શકે તેમ નથી ત્યારે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે પણ તપાસનો વિષય બની રહેશે.

Next Story
Share it