Connect Gujarat
સમાચાર

૮૨ ગોલ્ડ,૮૭ સિલ્વર તેમજ ૬૩ બ્રોન્ઝ મેડલ મેળવી ભાવનગરના ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ

૮૨ ગોલ્ડ,૮૭ સિલ્વર તેમજ ૬૩ બ્રોન્ઝ મેડલ મેળવી ભાવનગરના ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ
X

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેની પાછળ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોની ખેલદિલીને આગળ વધારવા એક વાર્ષિક રમોત્સવ તરીકે ખેલ મહાકુંભને સંસ્થાકીય સ્વરૂપ આપવાનો હતો. ખેલ મહાકુંભ થકી ખેલકૂદનું વાતાવરણ નિર્માણ થાય છે. જે સ્વાસ્થ્યલક્ષી બાબતોને જાગૃત કરી ખેલાડીઓની સુષુપ્ત પડેલી પ્રતિભાઓને બહાર લાવવા મહ્ત્વનું યોગદાન પ્રદાન કરે છે.

ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ ૨૦૧૦ થી કરવામાં આવી

હતી અને તાજેતરમાં ૧૦મો ખેલ મહાકુંભ સમગ્ર રાજ્યમાં યોજાઈ ગયો. જેમાં ૨૦૧૦ થી લઇ

આજ સુધીમાં દર વર્ષે ખેલાડીઓના રજીસ્ટ્રેશનમાં સતત વધારો થતો રહ્યો છે.

વર્ષ ૨૦૧૯ મા યોજાયેલા ખેલ મહાકુંભમા રમત ગમત

ક્ષેત્રે ભાવનગરના ખેલાડીઓએ સમગ્ર રાજ્યમા ભાવનગરનું ગૌરવ વધાર્યુ છે. વર્ષ

૨૦૧૯માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાવનગર મહાનગરપાલિકામાં કુલ ૭૦,૧૫૯ રજિસ્ટ્રેશન થયા અને ૫૨,૪૬૨ ખેલાડીઓએ વિવિધ

રમતોમાં ભાગ લીધો જેમાંના ૨,૮૨૫ ખેલાડીઓને રાજ્ય સરકાર

દ્વારા ૪૮ લાખ થી વધુ રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામા આવશે. જ્યારે

ભાવનગર ગ્રામ્યમાં કુલ ૧,૫૯,૩૯૯

રજિસ્ટ્રેશન થયા અને ૧,૩૧,૧૨૧ ખેલાડીઓએ

વિવિધ રમતોમાં ભાગ લીધો જેમાં કુલ ૨,૭૯૨ ખેલાડીઓને કુલ ૪૭,૭૭,૭૫૦ રૂપિયાના રોકડ પુરસ્કાર સરકારશ્રી દ્વારા

આપવામાં આવેલ છે તથા સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંતર્ગત ચાર કેટેગરીમાં ભાગ લીધેલ ૧,૫૮૧ દિવ્યાંગ ખેલાડીઓને પણ રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૧૯માં ભાવનગર મહાનગરપાલિકા કક્ષાના કુલ

૧૩૯ ખેલાડીઓ અલગ અલગ રાજ્ય કક્ષાની સ્પર્ધા જેવી કે એથ્લેન્ટિક્સ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો,

યોગાસન, સ્વિમિંગ, સ્કેટિંગ,

કુસ્તી, રાઈફલ શુટિંગ, લોન

ટેનીસ, હોકી રમતોમાં મેડલ પ્રાપ્ત કરેલ. જેમાં ૫૭ ગોલ્ડ,

૫૧ સિલ્વર અને ૩૧ બ્રોન્ઝ મેડલોનો સમાવેશ થાય છે. જ્યારે

ગ્રામ્યકક્ષાના ખેલાડીઓએ જીતેલા મેડલમા ૨૫ ગોલ્ડ, ૩૬ સિલ્વર

અને ૩૨ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આમ સમગ્ર રાજ્યમા ભાવનગર જિલ્લાના ખેલાડીઓએ ૮૨

ગોલ્ડ,૮૭ સિલ્વર તેમજ ૬૩ બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર ભાવનગર

જિલ્લાને ગૌરવ પ્રદાન કરતા નવો ઇતિહાસ રચ્યો છે.

Next Story