ભાવનગર: નગરવાસીઓએ પતંગ ચગાવી ‘મકરસંક્રાંતિ’ની કરી ઉજવણી

0

દેશમાં વિવિધ રીતે 14મી જાન્યુઆરીનો તહેવાર ઉજવાય છે. 14 મી જાન્યુઆરીએ ઉજવવામાં આવતા ભારતીય લણણીનો સૌથી મોટો ઉત્સવ છે.મકરસંક્રાંતિ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે અને દેશમાં લગભગ દરેક જગ્યાએ અસંખ્ય સાંસ્કૃતિક સ્વરૂપો અને જુદા જુદા નામોથી ઉજવવામાં આવે છે. દરેક પ્રદેશ સ્થાનિકીકરણ, સંસ્કૃતિ અને પરંપરા અનુસાર અસંખ્ય રીતે ઉજવે છે.ઉત્તર ભારતમાં લોહડી તો દક્ષિણ ભારતમાં પોંગલ, જ્યારે મધ્યભારતમાં મકરસંક્રાંતિ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વનું અનેરું મહત્વ રહેલું છે. ગુજરાતીઓ પતંગ ચગાવવા સાથે ઊંધિયું, ફાફડા, જલેબી અને ચીકકીના વ્યંજનોનો સ્વાદ પણ માણતા હોય છે. આજે રાજ્યભર પતંગરસિયાઓએ પતંગ ઉડાવી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી.

ભાવનગરમાં પતંગરસિકોએ ખુલ્લા મેદાન અને મકાનોની છતનો સહારો લઈ આકાશને પતંગોથી ભરી દીધું હતું. ડીજેના તાલ સાથે યુવાનોએ પતંગ ચગાવવાની મજા માણી હતી, લપેટ અને કાઇપો છે ની બૂમોએ આકાશ ગુંજવી નાખ્યું હતું. નાના ભૂલકાઓથી માંડી યુવાનો અને મોટેરાઓ સૌ કોઈએ પતંગની મોજ માણી હતી.

ભાવનગરની જનતા સાથે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને એસપી સહિતના અધિકારીઓએ પણ પરિવાર સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here