Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેશવ્યાપી હડતાળ, વિવિધ સંગઠનોએ માર્ગ પર કર્યો ચક્કાજામ

ભાવનગર : કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેશવ્યાપી હડતાળ, વિવિધ સંગઠનોએ માર્ગ પર કર્યો ચક્કાજામ
X

સરકારના ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિને કારણે અર્થ તંત્ર ખાડે ગયું છે, અને દેશ આર્થિક મંદીની દલદલમાં ધકેલાય રહ્યો છે. કેન્દ્ર સરકાર પોતાની ભાગલાવાદી નીતિ બંધ કરે તેવી માંગ સાથે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સંઘ દ્વારા વિશાળ રેલી યોજાઇ હતી. જેમાં વિવિધ સંગઠનો દ્વારા ઘોઘા ગેટ નજીક માનવ સાંકળ રચી માર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સંસ્થાઓમાં ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ખેડૂતો અને નાના વેપાર, ધંધા અને ઉધોગો બરબાદ થઈ રહ્યા છે. બેરોજગારીના કારણે અનેક યુવાનો રસ્તે રઝળતા થયા છે, ત્યારે આમ જનતા પણ આ મોંઘવારીના કારણે પરેશાન થઈ રહી છે. ભાવનગર ખાતે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સંઘ દ્વારા ઘોઘા ગેટ નજીક માર્ગ પર ચક્કાજામ કરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. સરકાર પર ભાગલા પાડી રાજ કરતી હોય તેવા આક્ષેપ સાથે રોષ વ્યકત કર્યો હતો. સમગ્ર હડતાળ અને વિરોધ પ્રદર્શનમાં ઈન્ટેક, આઈટેક, એચ.એમ.એસ., એસ.આઈ.ટી., સેવા, યુ.ટી.યુ.સી, બેંક, વીમા, પોસ્ટલ, ઈન્કમટેકસ, બી.એસ.એન.એલ., ખાણ-ખનીજ, સંરક્ષણ, પોર્ટ, આંગણવાડી-આશા વર્કરો તેમજ મોટી સંખ્યામાં મધ્યાહન ભોજનના કર્મચારીઓ જોડાયા હતા.

Next Story