Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ઘાયલ પક્ષીઓની સારવારમાં તંત્ર તથા અનેક સંસ્થાઓ જોડાઈ

ભાવનગર: ઘાયલ પક્ષીઓની સારવારમાં તંત્ર તથા અનેક સંસ્થાઓ જોડાઈ
X

ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી મુખ્ય મંત્રી

વિજય રૂપાણીના માર્ગદર્શન મુજબ મકરસક્રાંતિના પર્વ નિમિત્તે પતંગોત્સવના કારણે

ઘાયલ થતા પક્ષીઓની તાત્કાલીક સારવાર થાય અને લોકોમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે સંવેદના જાગે તે માટે જન જાગૃતિ

કાર્યક્રમો થકી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જે અન્વયે ચાલુ વર્ષે પણ

તા.૧૦/૦૧/૨૦૨૦ થી ૨૦/૦૧/૨૦૨૦ દરમ્યાન આ અભિયાન ભાવનગર જિલ્લામાં સુચારૂ રૂપે

ચલાવવામાં આવેલ છે. આ દરમીયાન જિલ્લામાં દરેક તાલુકા મથકે પણ વન વિભાગ, સ્વયંસેવકો, બિન સરકારી સંસ્થાઓ દ્વારા ખૂબ આયોજનબઘ્ઘ કાર્ય કરવામાં આવેલ. ભાવનગર

જિલ્લામાં કુલ રર સારવાર કેન્દ્રો, ર૦ બિન સરકારી સંસ્થાઓ, ૨૭૯ સ્વયંસેવકો, વન વિભાગની ૩ર રેસ્કયૂ ટીમ અને ર૮ જેટલી સ્વયંસેવકોની

ટીમ વૃક્ષો અને રસ્તાઓ પર દોરી અને ગૂંચો હટાવવાની કામગીરી માટે રોકાયેલ છે.

તા.૧૪/૦૧/ર૦ર૦ ના રોજ જિલ્લાના સમાહર્તા ગૌરાંગ

મકવાણાએ વિકટોરીયા પાર્ક ખાતેના સારવાર કેન્દ્રની મુલાકાત લીઘી હતી અને કામગીરીની

સમીક્ષા કરી હતી. હાજર અઘિકારીઓ, સ્વયંસેવકો અને

ડોકટરની ટીમ સાથે સંવાદ કર્યો હતો અને આયોજન અંગે સંતોષ વ્યકત કર્યો હતો. તેમણે

લોકોને પક્ષીઓની સારવારના વિડીયોઝ થી વઘુ માહિતગાર કરવાથી વેદના સમજાય તો પક્ષીઓને

થતા નુકસાનનો વઘુ ખ્યાલ લોકોને આવશે તેમ જણાવ્યુ હતુ. રાજહંસ નેચર કલબ, એનીમલ હેલ્પલાઇન જેવી સંસ્થાઓ અને વન્યપ્રાણી પ્રેમીઓ

દ્વારા આખા વર્ષ દરમ્યાન આવી સેવાકીય પ્રવૃતિ ચલાવવામાં આવે છે તેમ હાજર બિનસરકારી

સંસ્થાના સ્વયંસેવકોએ જણાવ્યુ હતુ. આ બાબતથી તેઓ પ્રભાવિત થયા હતા.

ગંગાજળીયા તળાવ ખાતે આવેલ એનીમલ હેલ્પલાઇન સંસ્થાની

મુલાકાત ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર મનહરભાઇ મોરી અને મદદનીશ વન સંરક્ષક

વિ.એ.રાઠોડ એ મુલાકાત લીઘી હતી અને કાર્યવાહી અંગે સંતોષ વ્યકત કરેલ અને હાજર

સ્વયંસેવકોની કાર્યવાહીને બિરદાવી હતી.

તા.૧૦/૦૧/૨૦૨૦ થી તા. ૧૪/૦૧/૨૦૨૦ દરમ્યાન જુદા જુદા

સારવાર કેન્દ્ર ખાતે કુલ ૧૯૯ પક્ષીઓને સારવાર અર્થે લાવવામાં આવેલ જે પૈકી ૩૬

પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા જયારે ૧૬૩ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. સામાન્ય ઇજા

વાળા પક્ષીઓને ર૪ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખી તંદુરસ્ત જણાતા તેમને પાણી કાંઠા પાસે

મુકત કરવામાં આવેલ. સારવાર અર્થે વઘુમાં વઘુ કબૂતર અને પછીના ક્રમે ચિત્રક ઢોંક કે

અંગ્રેજીમાં પેઇન્ટેડ સ્ટોર્ક નામે ઓળખાતા પક્ષીઓ આવેલ છે. આ પેઇન્ટેડ સ્ટોર્ક

પક્ષીઓ ડીસેમ્બર -જાન્યુઆરી માસમાં ગંગાજળીયા તળાવની આસપાસ આવેલ વૃક્ષો પર પોતાના

બચ્ચા ઉછેરવા માટે માળો બાંઘે છે. તેમજ દિવસ દરમ્યાન બચ્ચાને ખવડાવવા અવાર નવાર

ઉડીને તળાવમાં બેસે છે. બચ્ચાઓ માળામાં બેસેલા હોય તે પતંગની દોરીથી વઘુમાં વઘુ

ઇજા પામે છે. તેથી વડવા, દાણાપીઠ, કુંભારવાડા, પીરછલ્લા વગેરે શહેર વિસ્તારના પતંગ રસીયાઓના પતંગથી વઘુમાં વઘુ પક્ષીઓ

ઘાયલ થાય છે.

પશુ પક્ષીઓ આપણા પર્યાવરણના મહત્વના અંગ છે. તેમના

વગર માનવજીવન અશકય છે તેથી આપણા આ સમૃઘ્ઘ વારસાને આવનારી પેઢીઓ માટે જાળવી રાખવા

સૌ નાગરિકોને નમ્ર અપીલ છે.

સને ૨૦૧૮ થી ૨૦૨૦ દરમ્યાન સારવાર કરાયેલ પક્ષીઓની

સંખ્યાનું વિશ્લેષણ કરવામાં આવે તો ૨૦૧૮ માં ૨૬૩, ૨૦૧૯ માં ૪૧૫ અને ૨૦૨૦ માં ૧૯૯ પક્ષીઓ સારવાર માટે આવતા, પક્ષીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થઇ રહયો હોવાનું

નોંઘાયેલ છે. તેથી લોકોમાં ઘણી જાગૃતિ આવેલ હોવાનું જણાય છે. હજુ લોકો સ્વયંભૂ આ

અભિયાનમાં જોડાય તો ભાવનગરની અસ્મિતાને ચાર ચાંદ લાગી જશે.

Next Story