Connect Gujarat
Featured

ભાવનગર: તાઉતે વાવાઝોડાએ મચાવ્યો તાંડવ, બડેલી ગામે દીવાલ પડતા પિતા-પુત્રીના મોત

ભાવનગર: તાઉતે વાવાઝોડાએ મચાવ્યો તાંડવ, બડેલી ગામે દીવાલ પડતા પિતા-પુત્રીના મોત
X

હવામાન વિભાગ દ્વારા તાઉતે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને લઈ ગતરાત્રીના 8 કલાકે મહુવા પરથી પસાર થતા જિલ્લાના ઘોઘા, તળાજા, મહુવા અને ભાવનગર ગ્રામ્ય દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળતા ઉંચા મોજા ઉછળવા સાથે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાઈ થયા છે. ભારે વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરાઈ જવા પામ્યો. વાવાઝોડાના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સતત 24 કલાક થી વાવાઝોડાની મુમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલ તાઉતે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં ભાવનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવતા ચાર તાલુકાને વધુ અસર થવાની શક્યતાને લઈ જિલ્લા વહીવટીતંત્ર તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઘોઘા, તળાજા, મહુવા અને ભાવનગર ગ્રામ્ય દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોનું અત્યાર સુધીમાં 20 હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત મહુવા તાલુકામાંથી 11 હજાર લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા તૌકતે વાવાઝોડાના પગલે તારાજી સર્જાઈ છે. શહેર અને જિલ્લામાં પવનની ગતિ 70 km આસપાસ રહી છે. જેને પગલે શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાઈ થયા છે. શહેરના રાજકોટ હાઈ-વે પર પ્રેસ ક્વાર્ટર, જેઇલ રોડ જેવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા છે. જો કે ફાયર, પોલીસ અને મહાનગરપાલિકાની ટીમો તાત્કાલિક વૃક્ષો હટાવીને રસ્તા ખુલ્લા કરી રહ્યા છે.

ભાવનગર શહેરમાં વાવાઝોડાને પગલે વૃક્ષો થાંભલાઓ અસંખ્ય પડવાના બનાવ બન્યા છે. ત્યારે પાલીતાણાના બડેલી ગામે દીવાલ પડવાના બનાવથી પિતા-પુત્રીના મોત થયા છે. બડેલી ગામે દીવાલ ઘસવાથી ગામમાં રહેતા વિઠ્ઠલભાઇ રાઠોડ અને તેમની 14 વર્ષીય પુત્રી પિંકીબેન વિઠ્ઠલભાઈ રાઠોડનું મૃત્યુ થયું છે. જ્યારે ભાવનગર વડવા વિસ્તારમાં દીવાલ ઘસવાથી શહેરમાં અનેક પક્ષી પણ મોતને ભેટયા હોવાના કિસ્સા સામે આવ્યા છે, ભાવનગરમાં તાઉતે વાવાઝોડાએ 17 મેની રાતે અને 18 મેના બપોર સુધી રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. જેમાં જાનમાલની નુકશાની અને વૃક્ષો સહિતની નુકશાની થઈ છે.

ભાવનગરમાં તાઉતે વાવાઝોડું અમરેલી-ઢસા થઈ બોટાદ તરફ વળવાને પગલે ભાવનગર જિલ્લાના ગારીયાધાર, જેસર, મહુવા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં વરસાદ વધુ નોંધાયો છે અને પવનના પગલે વૃક્ષો અને કાચા મકાનોના છાંપરાઓ ઉડયાના કિસ્સા બન્યા છે. તાલુકામાં સવારે 10 સુધીનો વરસાદ જોઈએ તો ઉમરાળા 143mm, જેસર 100mm, પાલીતાણા 188mm, ભાવનગર 125mm, મહુવા 151mm , વલ્લભીપુર 110 mm નોંધાયો છે. જ્યારે વરસાદ 10 કલાક બાદ પવન સાથે શરૂ રહ્યો હતો. જે 12 વાગ્યા સુધી સતત વરસતો હોવાથી અડધા ચોમાસા જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે.

Next Story