Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ટ્રાફીક પોલીસે ગુલાબ આપી માર્ગ સલામતી સપ્તાહની કરી ઉજવણી

ભાવનગર : ટ્રાફીક પોલીસે ગુલાબ આપી માર્ગ સલામતી સપ્તાહની કરી ઉજવણી
X

ભાવનગરના ટ્રાફીક પોલીસ દ્વારા એક અનોખો અભિગમ

અપનાવવામાં આવ્યો છે. ટ્રાફીકના નિયમોનું પાલન કરનાર તેમજ એસટી ડ્રાઇવરોને ટ્રાફીક

પોલીસ દ્વારા ગુલાબ આપવામાં આવ્યા.

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભાવનગર ટ્રાફીક શાખા તથા રેડક્રોસના

સંયુકત ઉપક્રમે ૩૧માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી

છે. જે અંતર્ગત ટ્રાફીક પોલીસ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર હેલ્મેટ

પહેરી તેમજ તમામ કાગળો સાથે વાહનો ચલાવી ટ્રાફીકના નિયમોનું પાલન કરતા લોકોને

ગુલાબનું ફૂલ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત એસટી ડેપો ખાતે પણ એસટીના

ડ્રાઇવરોને ગુલાબનું ફુલ આપવામાં રહ્યુ છે.

Next Story