Connect Gujarat
Featured

ભાવનગર : વરલ ગામે ગુમ થયેલી 2 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, જાણો શું કહ્યું પરિવારજનોએ..!

ભાવનગર : વરલ ગામે ગુમ થયેલી 2 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, જાણો શું કહ્યું પરિવારજનોએ..!
X

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામેથી ગઈકાલે ગુમ થયેલી 2 વર્ષની માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જેમાં વરલ નજીક આવેલ બાબરીયા પાણીના ધરામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સિહોર તાલુકાના વરલ ગામે ગત રોજ 2 વર્ષની માસૂમ બાળકી ગુમ થઈ હોવાની બાળકીના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુમ બાળકીની સઘન તપાસ હાથ ધરતા શુક્રવારની વહેલી સવારે બાળકીનો મૃતદેહ વરલ ગામ નજીક આવેલા બાબરીયા ખાતે ધરાના પાણીમાં તરતી હાલતમાં મળી આવ્યો હતો. જેમાં કપડા ધોવા જતી મહિલાઓને આ અંગે જાણ થતાં અન્ય ગ્રામજનો અને પોલીસને બનાવની જાણ કરી હતી.

બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ બાળકીના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે આ મામલે પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતાં હાલ તો પરિજનોએ કોઈપણ વ્યક્તિ ઉપર શંકા દાખવી નથી. પરંતુ બાળકી રમતા રમતા પાણીના ધરા નજીક પહોચી હોય અને પાણીમાં પડી જતા તેનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

Next Story