Connect Gujarat
Featured

ભાવનગર : વર્ષાબા પરમારને મેયર નહિ બનાવતાં રડી પડયાં, જીતુ વાઘાણી પર કર્યા આક્ષેપો

ભાવનગર : વર્ષાબા પરમારને મેયર નહિ બનાવતાં રડી પડયાં, જીતુ વાઘાણી પર કર્યા આક્ષેપો
X

ભાજપને ભલે શિસ્તબધ્ધ પાર્ટી ગણવામાં આવતી હોય પણ તેમના નેતાઓની સત્તાલાલસ જગજાહેર છે. આવું જ કઇ ભાવનગરમાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી દરમિયાન જોવા મળ્યું હતું. મેયરપદ નહિ મળતાં વર્ષાબા પરમાર નામના દાવેદાર જાહેરમાં રડી પડયાં હતાં અને ભાજપના પુર્વ અધ્યક્ષ જીતુ વાઘાણીના ઇશારે તેમનું પત્તુ કપાયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

રાજયમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપે જવલંત વિજય મેળવ્યો હતો પણ હવે વિવિધ મલાઇદાર પદો મેળવવા ભાજપના ચુંટાયેલા સભ્યો દોડધામ કરી રહયાં છે. ચુંટણી બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપનો ચુંટાયેલો દરેક સભ્ય પ્રમાણિકતાથી લોકોની સેવા માટે કામ કરશે પણ ભાવનગરમાં અલગ સ્થિતિ જોવા મળી હતી. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપને પુર્ણ બહુમતી મળી છે. નવા મેયર તરીકે વર્ષાબા પરમારની દાવેદારીને પ્રબળ માનવામાં આવતી હતી.

બુધવારના રોજ ભાવનગર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કીર્તિબેન દાનીધારીયા, ડેપ્યુટી મેયર પદે કુમાર શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે ધીરૂ ધામેલિયા, નેતા પદે બુધાભાઇ ગોહિલ અને પંકજસિંહ ગોહીલની વરણી કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવતાંની સાથે વર્ષાબા પરમાર રડી પડયાં હતાં. તેમણે રોષ સાથે જણાવ્યું હતું કે, પુર્વ અધ્યક્ષ જીતુ વાઘાણીના ઇશારે તેમનું પત્તુ કાપવામાં આવ્યું છે. મેયરની બેઠક સામાન્ય મહિલા માટે હતી પરંતુ બક્ષી પંચની મહિલાને મેયર બનાવી મારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. હવે હું પાર્ટીમાંથી રાજીનામુ આપી દઇશ….

Next Story