Connect Gujarat
Featured

ભાવનગર: નાનકડા એવા વરતેજ ગામથી IPL સુધીની સફર, જુઓ રાજસ્થાન રોયલ્સના ખેલાડી ચેતન સાકરીયાની સંઘર્ષ યાત્રા

ભાવનગર: નાનકડા એવા વરતેજ ગામથી IPL સુધીની સફર, જુઓ રાજસ્થાન રોયલ્સના ખેલાડી ચેતન સાકરીયાની સંઘર્ષ યાત્રા
X

ભાવનગરના નાનકડા એવા વરતેજ ગામના ક્રિકેટર ચેતન સાકરીયાની આઈ.પી.એલ.માં પસંદગી થઈ છે. રાજસ્થાન રાયલ્સે ટીમે બેઝ પ્રાઇઝ કરતાં 6 ઘણી કિમતે ખરીદતા પરિવારજનોએ ઉપરાંત ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુરુવારે IPLના ખેલાડીઓની યોજાયેલી હરાજીમાં ભાવનગરના વરતેજ ગામના ક્રિકેટરને રાજસ્થાન રોયલ્સે ખરીદતાં નાનાએવા ગામમાં ખુશીનો માહોલ ફેલાયો છે. રાજસ્થાન રોયલ્સે ચેતન સાકરિયાને તેને બેઝ પ્રાઈસ કરતાં 6 ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો. ચેતનનું વચ્ચે ક્રિકેટ છૂટી ગયું હતું. આમ છતાં તેણે હાર ન માની અને દિવસમાં 12-12 કલાક મહેનત કરતો. તે બૂક સ્ટોલ પર 7 કલાક એકાઉન્ટનું કામ સંભાળતો અને 5 કલાક ક્રિકેટર બનવા પ્રેક્ટિસ કરતો હતો. ચેતન સાકરિયાના પરિવારની વાત કરીએ તો તે વરતેજ ગામના એક સાધારણ પરિવારમાંથી આવે છે. તેના પિતા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે, જોકે હાલ રાજસ્થાન રોયલ્સ તરફથી ચેતનની 1.20 કરોડ રૂપિયામાં ખરીદી કરતાં પરિવારજનો ખૂબ ખુશ છે.

ચેતન સાકરિયાએ ભાવનગર શહેરની વિદ્યાવિહાર શિક્ષણ સંકુલ ખાતે ધોરણ 1થી 7 સુધીનો અભ્યાસ કર્યો હતો.ચેતન સાકરિયાને 12 વર્ષની ઉંમરથી ક્રિકેટમાં રસ હતો. વચ્ચે માર ખાઈને પણ ક્રિકેટ રમવા જતા ચેતનનું વચ્ચે ક્રિકેટ છૂટી જતાં તેના મામા તેના માટે ભગવાન બન્યા અને પાર્ટ ટાઈમ કામ આપી ક્રિકેટમાં પણ આગળ વધાર્યો. ચેતનના પિતા એક ટેમ્પોચાલક છે અને સામાન્ય ઘરમાંથી આવે છે. ચેતનને ભાવનગરની ભાવસિંહજી ક્રિકેટ કલબ એટલે ભરૂચા દ્વારા ફી પણ માફ કરી દેવાયેલી છે, જેનું ઋણ ચેતન ક્યારેય ભૂલી શકશે નહીં.

Next Story