Connect Gujarat

ભાવનગર : ગુજરાતીઓની તોલે કોઈ ન આવે, JCBથી કર્યું એવું કામ કે લોકો બોલી ઉઠ્યા’ લાવ્યા કઈ નવું...

ભાવનગર : ગુજરાતીઓની તોલે કોઈ ન આવે, JCBથી કર્યું એવું કામ કે લોકો બોલી ઉઠ્યા’ લાવ્યા કઈ નવું...
X

હાલ લગ્નસરાની મૌસમ ચાલી રહી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગે જાનમાં જવા માટે જાનૈયાઓ મોટા ભાગે ટેમ્પાનો ઉપયોગ કરતાં હોય છે. જેમાં ભાવનગરના કોઈક વિસ્તારમાં જાનૈયાઓને જીવના જોખમે ટેમ્પામાંથી JCB દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. હાલ જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

ભાવનગર જિલ્લાના કોઈક વિસ્તારમાં લગ્ન પ્રસંગે આવેલી જાનમાં જાનૈયાઓ ટેમ્પોમાં આવ્યા હતા, ત્યારે અકસ્માતને નોતરું આપતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ટેમ્પોમાં બેસીને આવેલી મહીલાઓને ટેમ્પોમાંથી ઊંચાઈ વધુ હોવાના કારણે નીચે ઉતરવામાં તકલીફ પડે તેમ હતું, ત્યારે ટેબલ કે સીડી લાવવાને બદલે નજીકમાંથી પસાર થતાં JCB દ્વારા મહિલાઓને નીચે ઉતારવામાં આવી હતી. તે દરમ્યાન JCBમાં મહીલાઓ ઉભી રહેતા સમયે હસાહસ કરતી હતી, ત્યારે આસપાસના લોકો પણ પોતાના મોબાઇલમાં વિડિયો બનાવી “કઈક નવું લાવ્યા હો…” તેમ કહી હાસ્યા વેરતા હતા. આ વિડિયો એક ઘડી ગમ્મત કરાવે તેવો છે, પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો કોણ જવાબદાર કોણ..? હાલ તો ટેમ્પોમાંથી JCB દ્વારા મહીલાઓને નીચે ઉતારવામાં આવી રહી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

Next Story
Share it