Connect Gujarat
ગુજરાત

ભૂજ સ્વામિનારાયણ મંદિરમાં પ્રથમ વખત મળશે હિરના હિંડોળાના દર્શનનો લાભ

ભૂજ સ્વામિનારાયણ મંદિરમાં પ્રથમ વખત મળશે હિરના હિંડોળાના દર્શનનો લાભ
X

ભૂજ સ્વામિનારાયણ મંદિરમાં પ્રથમ વખત હિરના હિંડોળાના દર્શનનો લાભ અગિયારસથી ભાવિકોને મળવાનો છે.ત્યારે 110 દીકરીઓ આ હિંડોળાના શણગારની કામગીરીમાં જોડાઈ છે.

ભૂજ મંદિરમાં દર વર્ષે અનોખી રીતે હિંડોળા મહોત્સવ યોજવામાં આવે છે ત્યારે આ વખતે વચનામૃત શાસ્ત્રને 200 વર્ષ પૂર્ણ થતાં તેની ઉપલક્ષમાં દાદા ખાચરનો ભવ્ય દરબાર બનાવવામાં આવશે આ ઉપરાંત પ્રથમ વખત હિરના હિંડોળા બનાવવામાં આવી રહ્યા છે.હિર એટલે દોરા.વિવિધ કલરના દોરાઓને ગૂંથીને કલાત્મક શણગાર કરીને હિંડોળા તૈયાર કરાઈ રહ્યા છે. વડીલ સંતોના માર્ગદર્શન હેઠળ હરિભક્તો અહીં સેવા આપી રહ્યા છે..ત્યારે ભૂજ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની 110 જેટલી દીકરીઓ અહીં સેવા આપી રહી છે તેઓ રોજ અહીં આવી હિંડોળા બનાવવાની કામગીરીમાં પરોવાઈ જાય છે.આવતા રવિવાર અગિયારસના શુભ દીને 28 જુલાઈના વડીલ સંતોના હસ્તે હિરના હિંડોળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.અહીં ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ, શ્રીજી મહારાજ ઝૂલવાના હોઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે.

Next Story