Connect Gujarat
ગુજરાત

ભુજ તાલુકાના લોરીયા ગામના લોકોને પાણી મેળવવાના ફાંફા

ભુજ તાલુકાના લોરીયા ગામના લોકોને પાણી મેળવવાના ફાંફા
X

કચ્છમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.ઉનાળામાં ભુજ તાલુકાના લોરીયા ગામના લોકોને પાણી મેળવવા સાંસા પડી રહ્યા છે.

ભુજ તાલુકાના લોરીયા ગામની વસ્તી 3000ની છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે આ ગામને રુદ્રાણી ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. પણ હાલે ડેમ ખાલીખમ છે ડેમમાં ટીપું પણ પાણી નથી. અછતની પરિસ્થિતિમાં લોકોને પાણી મેળવવા દૂર સુધી જવું પડે છે. ગામમાં અંદાજીત 5000 જેટલાં ઢોર આવેલા છે. જેઓને પાણી તો ઠીક ઘાસ પણ માંડ માંડ નસીબ થાય છે. સરકારી ડેપોમાં માંડ મહિને એક ઘાસની ગાડી આવે છે તે અપૂરતી છે.આ બાબતે તંત્રનું અવારનવાર ધ્યાન દોરવા છતાં હજી સુધી નિરાકરણ થયું નથી. લોકો પાણીની જરૂરિયાત સંતોષવા ખાનગી ટેન્કર પર નિર્ભર છે.પાણીના અભાવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા ગામમાં પૂરતી પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.હજુ ઉનાળો શરૂ થયો છે ને આવા દિવસો છે ત્યારે આવનારા દિવસો કચ્છ માટે કપરા સાબિત થાય તેમ છે.

Next Story