Connect Gujarat
ગુજરાત

ભૂજ : સર્જન સ્વાગત સિટીમાં રહીશોને ૨૧ દિવસથી પાણી ન મળતા તોબા પોકારી ઉઠ્યા

ભૂજ : સર્જન સ્વાગત સિટીમાં રહીશોને ૨૧ દિવસથી પાણી ન મળતા તોબા પોકારી ઉઠ્યા
X

  • ભુજમાં આવેલી સર્જન ટુ સ્વાગત સિટીમાં ૪૨ બ્લોક આવેલા છે.
  • છેલ્લા ૨૧ દિવસથી રહીશોને પાણી મળ્યું નથી
  • ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે
  • ભારાપર યોજના બંધ થવાથી લોકોને પાણી સમયસર મળતું નથી

ભૂજમાં ઉનાળો આવે ત્યારે પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાતી હોય છે તેમ શહેરમાં સર્જન સ્વાગત સિટીમાં રહીશોને ૨૧ દિવસથી પાણી ન મળતા તોબા પોકારી ઉઠ્યા છે અને પાલિકામાં રજુઆત કરી હતી. પાલિકા પ્રમુખે ટેન્કરથી પાણી પહોંચાડવાનો દાવો કર્યો છે.

ભુજમાં આવેલી સર્જન ટુ સ્વાગત સિટીમાં ૪૨ બ્લોક આવેલા છે.સોસાયટીમાં છેલ્લા ૨૧ દિવસથી રહીશોને પાણી મળ્યું નથી.ત્યારે સ્થાનિક મહિલાઓએ પાલિકામાં રજુઆત કરી હતી. જો કે, પાલિકા પ્રમુખ લતાબેન સોલંકીએ ટેન્કરથી પાણી પહોંચાડવાનો દાવો કર્યો હતો.

પ્રમુખ લતાબેન સોલંકીએ જણાવ્યું કે, સ્વાગત સોસાયટી ભારાપર યોજના આધારિત છે.ભારાપર યોજના બંધ થવાથી લોકોને પાણી સમયસર મળતું નથી.જેથી ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે.પરંતુ સમસ્યા નિવારવા નવા બોર બનાવવા પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. જે વિસ્તારોમાં પાણી મળતું નથી ત્યાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તેવો દાવો કર્યો હતો.

Next Story