Connect Gujarat
Featured

ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો, જાણો કયાં કારણથી નારાજ થઈ કોંગ્રેસના ધારાસભ્ય ખેડાવાલાએ આપ્યું રાજીનામું

ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો, જાણો કયાં કારણથી નારાજ થઈ કોંગ્રેસના ધારાસભ્ય ખેડાવાલાએ આપ્યું રાજીનામું
X

ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો, ખેડાવાલાએ કહ્યું હતું કે પહેલાં મને 4 ઉમેદવારોને મેન્ડેટ આપ્યું હતું તો વધારાના 2 ઉમેદવારોને મેન્ડેટ કેમ આપવામાં આવ્યાં તેનાથી હું નારાજ છું.

ખાડિયાથી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું સોંપી દીધુ છે. ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, ધારાસભ્ય તરીકેનું રાજીનામું પક્ષ પ્રમુખને આપ્યું છે. પક્ષના જવાબ બાદ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપીશ. તો પક્ષમાંથી રાજીનામું આપવા બાબતે કહ્યું કે, હું પક્ષમાંથી રાજીનામું આપીશ નહીં. હું પક્ષ સાથે વફાદાર રહીશ. હું પક્ષનો સનિષ્ઠ કાર્યકર છું. પરંતુ ધારાસભ્ય પદ પરથી મને રાજીનામું આપવાનો અધિકાર છે. હું. દબાણની રાજનીતિ કરતો નથી. ટિકિટ વિવાદને લઈ ખેડાવાલાએ રાજીનામું આપ્યું છે. ઇમરાન ખેડાવાલા 2017માં જમાલપુર-ખાડીયા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

ઈમરાન ખેડાવાલાએ કહ્યું કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપું છું પરંતુ પક્ષને વફાદાર રહીશ.

ખેડાવાલાએ કહ્યું 4 ઉમેદવારોના મેન્ડેટ મને આપી ચૂકાયા હતા ત્યારે વધુ 2 ઉમેદવારોને કેમ આપ્યા તેનાથી હું નારાજ છું. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નારાજ થયા હતા. ઉમેદવારની પસંદગીના મુદ્દે વિવાદ થતા રાજીનામાની ચીમકી આપી દીધી છે. બહેરામપુરા વોર્ડમાં ઉમેદવાર પસંદગીને લઈને નારાજગી દર્શાવવામાં આવી રહી છે. અમિત ચાવડાએ ખેડાવાલાને આશ્વાસન આપ્યુ હતુ. કોંગ્રેસે બહેરામપુરામાં 6 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા.

Next Story