Connect Gujarat
દેશ

અન્ય રાજ્યમાં રહેતા બિહારી જ્યાં હોય ત્યાં રહે, ભોજન-રહેવાની વ્યવસ્થા થશે: નીતિશ

અન્ય રાજ્યમાં રહેતા બિહારી જ્યાં હોય ત્યાં રહે, ભોજન-રહેવાની વ્યવસ્થા થશે: નીતિશ
X

કોરોના વાઇરસને કારણે દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે બિહારના લોકો બીજા રાજ્યમાંથી પોતાના રાજ્ય માટે પગપાળા નિકળી પડ્યા છે. આ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું હતું કે, કોરોનાને કારણે બીજા રાજ્યમાં ફસાયેલા બિહારના રહેવાસી જે તે રાજ્યમાં જ રહે. આવા પીડિત લોકોને સામાન્ય નાગરિકની જેમ મદદ કરવામાં આવશે. આ સિવાય વાઇરસથી પીડિતોની સારવાર પણ કરવામાં આવશે.

પટણા: બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે ગુરુવારે કહ્યું કે, બિહારના રહેવાસીઓ જ્યાં પણ ફસાયેલા છે, ત્યાં જ તેમને મદદ આપવામાં આવશે અને સરકાર તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરશે.દેશમાં લોકડાઉનથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાન નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. જેમાં નીતિશ કુમારે કહ્યું હતું કે, સરકાર કોરોના ચેપ અને લોકડાઉનની સ્થિતિમાં ફસાયેલા લોકોને અન્ય પીડિતોની જેમ જ મદદ કરવામાં આવશે. આ માટે મુખ્યપ્રધાનની સૂચના પર મુખ્યપ્રધાન રાહત ભંડોળમાંથી 100 કરોડની રકમ ફાળવવામાં આવી છે.નીતિશે કહ્યું કે, બિહારના લોકો જે રાજ્યમાં કામ કરે છે, ત્યાંની રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સાથે વાતચીત કરી છે. જ્યાં સ્થાનિક સરકારો દ્વારા ભોજન અને રહેવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.

આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજ્ય સરકાર તાત્કાલિક પટના અને બિહારના અન્ય શહેરોમાં ફસાયેલા રિક્ષાચાલકો, મજૂરો માટે રહેવાથી લઈ ભોજન માટેની વ્યવસ્થા કરશે.બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીએ લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યોમાં રહેતા બિહારી મજૂરો માટે રહેવાની અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરવા માટે વાત કરી હતી. સુશીલ મોદીએ કહ્યું કે, બધા જ મુખ્યપ્રધાનો અને મુખ્ય સચિવોએ ખાતરી આપી છે કે, બિહારી મજૂરોના ભોજન અને રહેવાસની પૂરેપૂરી વ્યવસ્થા કરાશે. આ સિવાય RJD નેતા તેજસ્વી યાદવના ટ્વીટ બાદ પંજાબ સરકારના અધિકારીઓ પંજાબમાં રહેતા બિહારી મજૂરો માટે જમવાની વ્યવસ્થા કરી હતી.

Next Story