Connect Gujarat
Featured

બિહારના બિહટામાં શહીદ સુનીલ કુમારને અંતિમ સલામ, ઉમટી ભીડ

બિહારના બિહટામાં શહીદ સુનીલ કુમારને અંતિમ સલામ, ઉમટી ભીડ
X

ભારત અને ચીનની સરહદ પર ગેલવાન ખીણમાં શહીદ થયેલા દેશના 20 જવાનોને દેશ આખો સલામ કરી રહ્યો છે. બુધવારથી જવાનોના મૃતદેહ તેમના ગામમાં પહોંચી રહ્યા છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

લદ્દાખ બોર્ડર પર ચીની સૈનિકો સામેની અથડામણમાં દેશના 20 જવાન શહીદ થયા છે.. 15 જૂનની રાત્રે, ગલવાન ખીણમાં ભારતીય સેના તેમજ ચીની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું, આ લોહિયાળ અથડામણમાં 20 સૈનિકો દેશ માટે શહીદ થયા છે. હવે આ ગમ અને ગુસ્સા વચ્ચે તમામ પાર્થિવ શરીરને તેમના ગામોમાં પરત લાવવામાં આવી રહ્યા છે.

ગુરુવારે સવારે બિહારના બિહટામાં શહીદ જવાન સુનીલ કુમારના નશ્વર દેહ પહોંચ્યો. ગામમાં જ્યારે પાર્થિવદેહ પહોંચ્યો ત્યારે સેંકડો લોકો એકઠા થયા. આ દરમિયાન ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા અને સૈન્યના ઘણા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહીદ સુનિલ કુમારને રાજકીય સમ્માન સાથે શ્રદ્ધાંજલી આપવામાં આવી આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમાર હાજર ન હતા, પરંતુ ડેપ્યુટી સીએમ સુશીલ મોદી શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

Next Story