Connect Gujarat
ગુજરાત

વડોદરા: વારસિયા પોલીસની સર્વેલન્સ ટીમે ત્રણ મોટરસાઈકલ ચોરોને ઝડપી પાડયા

વડોદરા: વારસિયા પોલીસની સર્વેલન્સ ટીમે ત્રણ મોટરસાઈકલ ચોરોને ઝડપી પાડયા
X

પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓમાં બે રીઢા ગુનેગાર.

વડોદરા શહેર પોલીસે ચોરીની ત્રણ મોટરસાઈકલ સાથે ત્રણ શખ્સોને ચોરોને ઝડપી પાડયા હતાં. પોલીસે તેમની પાસેથી ત્રણ મોટરસાઈકલ, ત્રણ મોબાઈલ સહિત કુલ રૂપિયા ૯૫૦૫૦નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પોલીસ કમિશ્નરે રીઢા ચોરને ઝડપી પાડવા આદેશ આપ્યો હતો. જેને કારણે વારસિયા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ત્રણ મોટરસાઈકલ ચાલકોને શંકાના આધારે ઉભા રાખી પુછપરછ કરતા પકડાયેલ ત્રણેવે મોટરસાઈકલ ચોરીની હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરીની ત્રણ મોટરસાઈકલ, ત્રણ મોબાઈલ ઝડપી પાડયા હતાં. પોલીસે ત્રણેવ પાસેથી સહિત કુલે રૂપિયા ૯૫૦૫૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે ઝડપાયેલા ત્રણેવ આરોપી પૈકી તપાસ દરમિયાન બે રિઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું.

Next Story