Connect Gujarat
Featured

“પક્ષી પ્રેમીઓમાં ખુશી” : હિમાલય સર કરી ભારતમાં આવતા રાજહંસ બન્યા ભાવનગરના મહેમાન

“પક્ષી પ્રેમીઓમાં ખુશી” : હિમાલય સર કરી ભારતમાં આવતા રાજહંસ બન્યા ભાવનગરના મહેમાન
X

પક્ષીઓની વિવિધતા માટે ભાવનગર જીલ્લો ખૂબ જ જાણીતો છે. ભૌગોલિક દ્રષ્ટીએ ભાવનગરની ધરા પક્ષીઓને વધુ અનુકુળતા ધરાવતી હોવાથી દર વર્ષે દેશ વિદેશમાંથી અનેક પ્રજાતિના હજારો પક્ષીઓ અહી આવતા હોય છે, ત્યારે પક્ષીવિદોના ખૂબ જ પ્રિય એવા રાજહંસ ભાવનગરના મહેમાન બન્યા છે.

શિયાળાની શરૂઆત થાય ત્યારે લદાખ, સાયબેરીયા અને યુરોપના દેશોમાંથી અનેકવિધ પક્ષીઓ સહિત રાજહંસ ભાવનગર ખાતે છેવાડાના વિસ્તારોમાં વેટલેન્ડ એટલે કે જળપ્લાવિત વિસ્તારોમાં આવતા હોય છે, ત્યારે કુંભારવાડા અને ખારના કાંઠાળ વિસ્તારોમાં મોટી સંખ્યામાં રાજહંસ ફરી મહેમાન બન્યા છે. રાજહંસ જોવા મળતા જ પક્ષી પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે, તેમજ મોટી સંખ્યામાં પક્ષીવિદો અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરો આ વિસ્તારોની મુલાકાત લઇ રાજહંસને કેમેરામાં કંડારી રહ્યા છે.

ભાવનગરના છેવાડામાં મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે. જેમાંથી નીકળતા દુષિત પાણી વેટલેન્ડ વિસ્તારોને પ્રદુષિત કરી રહ્યા છે. તેમજ વધતી જતી ગેરકાયદેસર માનવ વસાહતોને કારણે પણ વેટલેન્ડ વિસ્તારો ઘટી રહ્યા છે. જેને લઈને પક્ષીઓ માટે ખૂબ જ મોટો ખતરો ઉભો થયો છે. જો આ રીતે જ થતું રહેશે તો વેટલેન્ડ ખતમ થશે અને દેશ વિદેશના પક્ષીઓ પણ દેખાતા બંધ થઈ જશે, ત્યારે સંબંધિત તંત્ર રસ દાખવી વેટલેન્ડને બચાવવા યોગ્ય કાર્યવાહી કરે તેવી પક્ષીવિદો લાગણી વ્યક્ત કરી રહ્યા છે. હાલ તો રાજહંસને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

Next Story