Connect Gujarat
ગુજરાત

સુરતઃ નોટબંધીનો લાભ લઈ ભેજાબાજોએ લોકોને બીટકોઈનમાં નાણા રોકવા લલચાવ્યા હતા

સુરતઃ નોટબંધીનો લાભ લઈ ભેજાબાજોએ લોકોને બીટકોઈનમાં નાણા રોકવા લલચાવ્યા હતા
X

માત્ર સુરતમાંથી જ અંદાજે 700 કરતાં વધુ લોકો પાસેથી 200 કરોડ ઉપરાંતનું કૌભાંડ આચર્યું હતું

બીટકોઈનમાં નિવેશ ના નામે ભેજાબાજો એ કર્યો ખેલ છે, નોટબંધી દરમ્યાન બીટકોઈનમાં રોકાણકારોનો રાફડો જોઈ ભેજાબાજોએ બોગસ કંપની ખોલી લોકોના કરોડો રૂપિયા ચાઉં કરી ગયા હતા. ગેઇન બીટકોઈન ડોટ કોમ નામની ફ્રોડ કંપની ખોલી લોકો સાથે છેતરપિંડી કરતાં 3 શખ્સોની કતારગામ પોલીસે ધરપકડ કરી છે.

સુરતમાં કતારગામ કુબેરપાર્ક સોસાયટી સમર્પણ એપાર્ટમેન્ટ માં રહેતા ૫૩ વર્ષીય પ્રજ્ઞેશ નટવરલાલ જેઠવા પણ ગેઇન બીટકોઈન ડોટ કોમ માં ભોગ બનનાર વ્યક્તિ છે,સાડીઓ ઉપર લેસપટ્ટી અને સ્ટોન લગાડવાનું જોબવર્ક કરનાર પ્રજ્ઞેશ ની દોઢ વર્ષ અગાઉ કતારગામ અવધૂત સોસાયટીમાં રહેતા મિત્ર પ્રવિણભાઈ કાકલોતર પરેશભાઈ નારણભાઈ ઘોઘારીને તેમની પાસે લાવ્યા હતા. પરેશભાઈનો પરિચય ગેઈન બીટકોઈન.કોમ કંપનીના એજન્ટ તરીકે આપ્યો હતો.

છેતરપિંડી કરવા આ ગેંગ દવારા સુનિયોજિત આયોજન હતું ઝડપાયેલા આરોપી પૈકી પરેશભાઈએ પ્રજ્ઞોશભાઈ પાસે રૂ. ૭૮,૦૦૦ માં એક બીટકોઈન ખરીદાવ્યો હતો અને એપ્લીકેશન દ્વારા બીટકોઈન કંપનીમાં જમા કરાવી દરમહિને ૦.૧ બીટકોઈન તમારા ખાતામાં જમા થશે તેમ કહ્યું હતું.પરંતુ ગત એપ્રિલ માસમાં જ કંપનીના માલિક અમિત ભારદ્વાજની ધરપકડની જાણ થતાં મળતીયાઓ સુરત ની ઓફિસ ને તાળા મારી ભૂગર્ભ માં ઉતારી ગયા હતા.સમગ્ર દેશમાં અંદાજીત ૮૦૦૦ રોકાણકારોને પોતાની કંપનીમાં બીટકોઈન ખરીદાવી જમા કરાવી વળતર આપવાના બહાને રૂ. ૫૦૦૦ કરોડનું કૌભાંડ કરનાર ગેઈન બીટકોઈન.કોમ કંપનીના અમિત ભારદ્વાજ ઉપરાંત સુરતના ત્રણેય એજન્ટ પરેશ નારણભાઈ ઘોઘારી, જગદીશ બાબુભાઈ રોયએ ભાવેશ કરમશીભાઈ બગડીયા વિરુધ્ધ પ્રજ્ઞોશભાઈએ કતારગામ પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે સુરતના ત્રણેય એજન્ટની ધરપકડ કરી હતી.

ગેઈન બીટકોઈન.કોમ કંપની વર્ષ ૨૦૧૫ માં લોન્ચ કરનાર દિલ્હીના અમિત ભારદ્વાજની કંપનીનો ફુગ્ગો ફુટી જતાં તેના વિરુધ્ધ દેશભરમાં ફરીયાદો નોંધાઈ હતી. મહારાષ્ટ્રના પૂનામાં નોંધાયેલી ફરિયાદ સંદર્ભે પૂના પોલીસે અમિત અને તેના ભાઈ વિવેકની પણ ગત એપ્રિલ માસમાં ધરપકડ કરી હતી. કંપનીના માલિક અમિત ભારદ્વાજે જે પૈસા એકત્ર કર્યા તેમાંથી દુબઈમાં મોટાપાયે રોકાણ કર્યુ છે તેમજ બુર્જખલીફામાં પણ એક ઓફિસ લીધી છે. અમિતની કંપની ક્રિપ્ટો કરન્સીની દુનિયમાં જીબી-૨૧ ના નામે વધુ જાણીતી છે. ગેઈન બીટકોઈન.કોમમાં સુરતમાંથી અંદાજીત ૭૦૦ થી ૮૦૦ વ્યક્તિએ રોકાણ કર્યુ છે. એમએલએમ પધ્ધતિ દ્વારા એજન્ટ બનાવી રોકાણકારોને બીટકોઈન ખરીદાવી શીશામાં ઉતારનાર કંપનીએ સુરતમાંથી અંદાજીત રૂ. ૧૫૦ કરોડથી રૂ. ૨૦૦ કરોડ પડાવ્યા છે.

Next Story