Connect Gujarat
ગુજરાત

BJP એ જાહેર કર્યું સંકલ્પપત્ર, આપ્યા આ ૧૦ વચનો

BJP એ જાહેર કર્યું સંકલ્પપત્ર, આપ્યા આ ૧૦ વચનો
X

સંકલ્પપત્રમાં પ્રસ્થાપીત BJPના ૧૦ વચનો

૧. રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી પૂરી પ્રતિબદ્ધતા છે. આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ છે. જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો ન થાય, ત્યાં સુધી ઝીરો ટોલરન્સ રહેશે.

૨. યુનિફોર્મ સિવિલ કોર્ટ લાગુ કરીશું. ભારતમાં ઘૂષણખોરીની રોકવાની કોશિશ કરીશું.

૩. સિટિઝનશિપ અમેડમેન્ટ બિલને સંસદના બંને સદનોમાં પાસ કરાવીશું અને લાગુ કરીશું.

૪. રામ મંદિર પર તમામ સંભાવનાઓની તપાસ કરીશું. જેમ બને તેમ જલદી સૌહર્દપૂર્ણ વાતાવરણમાં મંદિર નિર્માણની કોશિશ થશે.

૫. જમ્મુ-કાશ્મીરથી ધારા 35-A હટાવવાની કોશિશ કરીશું

૬. બધા ખેડૂતોને 6 હજાર રૂપિયાનો લાભ મળશે. તમામ નાના અને સિમાંત ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા અપાશે.

૭. 1 લાખ સુધીની ક્રેડિક કાર્ડ પર જે લોન મળે છે, તેના પર 5 વર્ષ સુધી વ્યાજ 0% રહેશે.

૮. દેશના નાના દુકાનદારોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

૯. આયુષ્માન ભારતના 1.5 લાખ હેલ્થ અને વેયરનેસ સેન્ટર ખોલાશે.

૧૦. દરેક પરિવાર માટે પાકું મકાન હશે. વધારેમાં વધારે ગ્રામીણ પરિવારોને LPG ગેસ સિલિન્ડર મળશે.

Next Story