Connect Gujarat
દેશ

ભાજપે રાજયસભાની ચુંટણી માટે વધુ પાંચ ઉમેદવારોની જાહેરાત કરી

ભાજપે રાજયસભાની ચુંટણી માટે વધુ પાંચ ઉમેદવારોની જાહેરાત કરી
X

રાજયસભાની ખાલી પડનારી 55 બેઠકો માટે 26મી માર્ચના રોજ ચુંટણી યોજાવાની છે અને શુક્રવારના રોજ ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠક બાદ રાજયસભા માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે.

ભાજપે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. જેમાં હરિયાણામાંથી રામચંદ્ર ઝાંગડા અને દુષ્યંતકુમાર ગૌતમ, હિમાચલ પ્રદેશમાંથી ઇન્દુ ગોસ્વામી, મધ્યપ્રદેશમાંથી સુમેરસિંહ સોલંકી અને મહારાષ્ટ્રમાંથી ડૉ. ભગવત કરાડનો સમાવેશ થાય છે.

Next Story